‘AAP ની 15 મી યાદી જાહેર’ – જુઓ ભાજપમાંથી આપમાં જોડાયેલા કેસરીસિંહની જગ્યાએ માતર બેઠક પર કોને મળી ટીકીટ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 14 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરકરવામાં આવ્યાં છે. આજે વધુ વિધાનસભા ઉમેદવારોના નામ આમ આદમી…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 14 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરકરવામાં આવ્યાં છે. આજે વધુ વિધાનસભા ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 15મી યાદી જાહેર કરવામાં આવી છે. આજરોજ આમ આદમી પાર્ટીમાં જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની 15મી યાદીમાં માતર બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. માતર બેઠક પર ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કેસરીસિંહે યુટર્ન લેતા આપને નવો ઉમેદવાર જાહેર કરવાની ફરજ પડી છે.

ખેડા જિલ્લાની માતર બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ બે દિવસ પહેલા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવીને AAPમાં સ્વાગત કર્યું હતું. કેસરીસિંહ માટે આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી મહીપતસિંહ ચૌહાણની જાહેર કરેલી ટિકિટ પાછી લીધી હતી, અને કેસરીસિંહને આ બેઠકની ટિકિટ આપી હતી. ત્યારે કેસરીસિંહે યુટર્ન મારીને ફરી કેસરિયો કર્યો છે, ત્યારે હવે આપે આ બેઠક પર નવા ઉમેદવારની જાહેરાત કરી છે. આપ પાર્ટીએ લાલજી પરમારને ટિકિટ આપી છે.

જાણો કોને કોને મળી ટીકીટ?:
ઉમેદવારોની 15 મી યાદી બહાર પડી ગઈ છે. જેમાં સિદ્ધપુર થી મહેન્દ્ર રાજપૂત, માતર થી લાલજી પરમાર, ઉધના થી મહેન્દ્ર પાટીલને ટીકીટ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *