ફરી ધણધણી ઉઠી ગુજરાતની ધરતી, જાણો ક્યાં 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા- લોકો ઘર બહાર દોડી ગયા

ગુજરાત(Gujarat): કચ્છ(Earthquake in Kutch)માં વારંવાર ધરતી ધ્રુજવાની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે આજે સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉ(Earthquake in Bhachau)માં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતાં.…

ગુજરાત(Gujarat): કચ્છ(Earthquake in Kutch)માં વારંવાર ધરતી ધ્રુજવાની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે આજે સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉ(Earthquake in Bhachau)માં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવવાને કારણે લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.

મહત્વનું છે કે, 10 ડિસેમ્બરેના રોજ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી ગયાં હતા. ભૂકંપનો જોરદાર આંચકો આવતા જ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બપોરે 4.27 વાગ્યે આવ્યો હતો.

જો વાત કરવામાં આવે તો વલસાડમાં 1 ડિસેમ્બરના રોજ રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા પછી 5મી ડિસેમ્બરના રોજ કચ્છના ખાવડાથી 28 કિલોમીટર ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી કેન્દ્રમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા રહેતા હોય છે પણ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિલોમીટર ઉંડાઈએ કેન્દ્રબિંદુ જોવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના એકબાદ એક એમ ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિલોમીટર દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી મળી રહેલા અહેવાલ અનુસાર, સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર આવ્યા હતા. પ્રાથમિક રીતે જો વાત કરવામાં આવે તો આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *