ઓડી લઈને નીકળેલા કાર ચાલકે એકટીવા ચાલક યુવતીને અડફેટે લઇ મોત બક્ષ્યું- દીકરીના મોતથી પરિવારમાં માતમ

અકસ્માતના કિસ્સામાં દિવસેને દિવસે ખુબજ વધારો થઇ રહ્યો છે. કોઈ વાર વહન ચાલકની ભૂલના કારણે તો કોઈ વાર સામે વાળાની ભૂલને કારણે જીવ ગુમાવો પડે છે. આજે એવીજ એક ઘટના સામે આવી છે. આ ઘટના અરવલ્લીના માલપુર પાસેથી સામે આવી છે.

આ અકસ્માતમાં ઓડી કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થેળે દોડી આવી હતી. આ ઘટના મૃત્યુ પામેલી યુવતી માલપુર નર્સિંગ કોલેજમાં નર્સિંગનો કોર્સ કરતી હતી.

મૃત્યુ પામેલી યુવતીનું નામ કામિની વણકર છે. તે ​​​​​​​​​​​​​​માલપુર તાલુકાના દેવદાંતી ગામમાં રહેતી હતી. તે માલપુરથી પોતાના ગામ દેવદાંતી જવા એક્ટિવા લઈને નીકળી હતી. કામિની માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર મંગલપુર પાટિયા પાસે રોડ ક્રોસ કરતી હતી અને ત્યારે એક કાર પુરપાટ જડપે આવી રહી હતી.

આ કાર કામિની એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કામિનીનું ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની માલપુર પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએચસી ખસેડાયો હતો.

અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક થોડો આગળ જઈને કાર ત્યાંજ મુકીને ફરાર થઇ ગયો હતો. માલપુર પોલીસે ગુનોહ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર કાર ચાલકની તપાસ શરુ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *