સુરતના રાંદેર માંથી MD ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓને કોર્ટે ફટકારી 20 વર્ષ કેદની સજા

Surat Crime News: સુરતના રાંદેર વિસ્તારમાં પકડાયેલા 5 લાખના MD ડ્રગ્સના કેસમાં મંગળવારે બે આરોપીને તકસીરવાર ઠેરવી સ્પે.એનડીપીએસના જજ કૃતિ સંજય ત્રિવેદીની કોર્ટે 20-20 વર્ષની સજા અને 2 લાખનો રૂપિયાનો દંડની સજા આપવામાં આવી છે. કોર્ટે પોતાના (Surat Crime News) ચુકાદામાં નોંધ્યું કે, માદક દ્રવ્યો હાલની તેમજ આવનારી પેઢીઓ પર વિપરિત અસર કરી રહ્યું છે અને રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિનો નાશ કરી રહ્યું છે. એક તરફ વ્યક્તિગત હિત તથા સામે સમાજનું હિત હોય તો કાયદાએ હંમેશા સમાજ, રાષ્ટ્રના હિતોને પ્રાધાન્ય આપવું જોઈએ.

શું હતો કેસ?
વર્ષ 2019માં ડિસેમ્બર મહિનામાં SOG પોલીસ કોન્સ્ટેબલ અશોક લાભુભાઈને બાતમી મળી હતી કે, રાંદેરનો સરફરાજ ઇકબાલ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. તેનો માણસ ગુલામ જીલાની ઉર્ફે લાલા તેને મુંબઈથી ડ્રગ્સ લાવી આપે છે. અને તેઓ રાંદેરના અમી પાર્ક પાસે ડ્રગ્સ અને પેસાની લેવડ-દેવદ કરવાના છે. તેવી માહિતી મળી હતી. તે માહિતી ના આધારે SOGએ આરોપી સરફરાજ ઇકબાલ પટેલ (રહેવાસી રાંદેર) અને ગુલામ જીલાની ઉર્ફે લાલાને 95.6 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. આ ડ્રગ્સની કિમત 4.78 લાખ હતી.

આરોપી સરફરાજ ઇકબાલ એક જીમ  ટ્રેનર તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસે તપાસ કરીને આ બને આરોપી સામે પૂરતા પુરાવા લઈ કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરી હતી. સરકારી વકીલ એપીપી જે.એન.પારડીવાળાએ આરોપીને સખ્ત સજા મળે તેવી અપીલ કરવામાં આવી હતી. કોર્ટ બને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ એનડીપીએસના જજ કૃતિ સંજય ત્રિવેદીએ આ બને આરોપીને 20-20 વર્ષની સજા અને 2 લાખનો રૂપિયાનો દંડની સજા આપવામાં આવી છે.

માદક પદાર્થોનો ઉપયોગ સામાજિક દુષણ: કોર્ટ
માદક પદાર્થોનો દુુરુપયોગ એક સામાજિક દુષણ બની ગયું છે તથા માદક દ્રવ્યો સમાજને કોરી ખાઇ રહ્યું છે, આવા દ્રવ્યોની હેરફેર દેશના અર્થતંત્રને પણ વિપરિત અસર કરી રહ્યુ છે. માદક પદાર્થની હેરફેર દેશના મારફતે રૂપિયા ઘણીવાર આતંકવાદના પ્રોત્સાહન સહિતની પ્રવૃત્તિઓ માટે વપરાય છે અને દેશની આર્થિક નીતિઓ પર ઘણી અસર કરે છે.