તાપી(Tapi): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. આ અકસ્માતોને કારણે લાખો લોકોના અકાળે મૃત્યુ નીપજતા હોય છે. ઘણી વાર તો બીજાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના પણ જીવ જતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક અકસ્માતની ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જેમાં ટેમ્પો પલટી જવાને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે માસુમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકો માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન તાપીના વ્યારાના ચીખલી નજીક ટેમ્પો પલટી ગયો હતો. જાણવા મળ્યું છે કે, આ લોકો દેવલીમાળી માતાના દર્શને જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાવમાં આવ્યા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.