પુરપાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘુસી જતા ઉડ્યા કચ્ચરઘાણ, બે લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં માર્ગ અકસ્માત(Accident)માં સરપંચના સાળા અને તેના મિત્રનું મોત થયું હતું. આ અકસ્માત નાથદ્વારા હાઈવે પર સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીરવા ટનલ પાસે થયો હતો. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં બેડલા સરપંચ નિર્મલા પ્રજાપતના સાળાના પુત્ર ગૌરવ(32), બંશીલાલ પ્રજાપત અને ચિકલવાસ નિવાસી સંપત (27) પુત્ર મોહનલાલ લોહારનું મૃત્યુ થયું હતું. બંને યુવકો કારમાં નાથદ્વારા રોડ પર જઈ રહ્યા હતા.

અકસ્માત સમયે કારની સ્પીડ 90ની આસપાસ હતી. અચાનક ગૌરવે કાર પરથી કાબૂ ગુમાવ્યો અને જે આગળ જતા એક ડમ્પરમાં ઘુસી ગઈ હતી. કારનો આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બંને જણાને મોઢા, માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે બંને મિત્રો નાથદ્વારા રોડ તરફ ગયા હતા.

માહિતી મળતા જ સુખેર પોલીસ સ્ટેશનથી જબતા ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બંનેને કારમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા એમબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધી તેમની જાણકારી મળી શકી ન હતી. આ દરમિયાન સંપતના મોબાઈલ કોલ પર વાત થતાં પરિવારના સભ્યો સુધી માહિતી પહોંચી હતી. બંને યુવકોના સગા-સંબંધીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.

પિતા પણ સરપંચ હતા:
ગૌરવ પ્રજાપતના પિતા બંસીલાલ કુમાર અનેક વખત બેડલા ગામના સરપંચ રહી ચૂક્યા છે. ગૌરવની ભાભી નિર્મલા પ્રજાપત પણ સરપંચ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *