વડોદરાની છોકરી મજા કરાવવાનું કહીને યુવાનને લઇ ગઈ હોટલમાં પણ પછી જે થયું તે જાણી તમે…

શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં રહેતી વ્યક્તિને એક યુવતીએ મજા કરવાનું કહીને  હોટલ મા લઈ ગયી પોતાના સાગરીતોની મદદથી હનીટ્રેપમાં ફસાવી હતી અને તેને કારમાં પરાણે બેસાડી માર મારી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી બીજા એક લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જોકે, પછી પકડાઇ જવાની બીકે તેઓ આ વ્યક્તિને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, ગત સોમવારે બપોરે અપ્સરા ટોકિઝ પાસે રહેતી વૃત્તિ સંજય રાજપૂતે ઇલોરાપાર્ક પાસે 63 વર્ષીય કિરણ ભલુભાઇ ગઢવીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે મોબાઇલથી ઇસારો કરી કિરણભાઈને બોલાવ્યા હતા અને મજા કરવાની લાલચ આપી હતી. જેથી કિરણભાઈ લાલચમાં આવી ગયા હતા. આ પછી વૃત્તિ તેમને એક્ટિવા પાછળ બેસાડી નિલામ્બર સર્કલ પાસે લઈ ગઈ હતી.

અહીં પાણીની ટાંકી પાસે તે કિરણભાઈ સાથે અડપલા કરવા લાગી હતી. એટલીવારમાં સફેદ સ્વીફ્ટ ડીઝાયરમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બંનેને ધમકાવી કારમાં બેસાડી દીધા હતા. આ પછી કિરણભાઈને માર મારી એક શખ્સે 20 હજાર રૂપિયા, મોબાઇલ અને અન્ય વસ્તુઓ પડાવી લીધી હતી. તેમજ વધુ એક લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

જોકે, દોઢ કલાક કિરણભાઈને ફેરવ્યા પછી પકડાઇ જવાની બીક લાગતાં તેમને રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. કિરણભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા અને કારનો નંબર આપતા પીઆઇ ખેર સહિતની ટીમે તપાસ કરતાં કાર ફતેપુરાના અમુલ રમેશ શિર્કેની માતાના નામની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ફૂટેજ મેળવી અમૂલ અને યુવતી સહિત 5ની ધરપકડ કરી હતી.

નીટ્રેપ ગોઠવી લૂંટ ચલાવવામાં એસઓજીનો પીએસઆઇ ચૂડાસમા બનનાર અમૂલ શિર્કે ફતેપુરાના નામીચા રમેશ પહેલવાનનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેનું મૂળ નામ હીરેન છે. સલીમ શેખ સહિતના સાગરિતો સાથે તે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે.

25 વર્ષની દેખાતી આ મહિલાની ઉંમર જાણી આંખે અંધારા આવી જશે- યુવાનો પાગલ થઇ આપે છે લાખો રૂપિયાની ગીફ્ટ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *