ગુજરાત(Gujarat): રાજ્યમાં હાડ થીજવતી ઠંડી(Cold)ના કારણે ખેડૂતે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. જણાવી દઈએ કે, અરવલ્લી(Aravalli)ના ટીંટોઈ(Tintoi) ગામે 57 વર્ષીય ખેડૂત લવજીભાઈ પટેલ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. સવારે ઘરે પરત ન ફરતાં ઠંડીથી તેમનું મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. સરકારની કિસાન સૂર્યોદય યોજના ફક્ત કાગળ પર હોવાથી ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શિયાળામાં પડી રહેલી કાતિલ ઠંડીએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો છે. અરવલ્લીના માલપુરમાં વહેલી સવારે ખેતરમાં પાણી વાળીને ઘરે પાછા ફર્યા બાદ ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. 62 વર્ષના લક્ષ્મણજી જીવાજી નામના ખેડૂતે ઠંડીના કારણે જીવ ગુમાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે પત્ની સાથે પાણી વાળવા માટે ખેતરમાં ગયા હતા.
મહત્વનું છે કે, કમુરતા પૂર્ણ થતા હાલમાં લગ્નની સીઝન બરોબરની જામી છે. ત્યારે અત્યારે ઠેર ઠેર પાર્ટી પ્લોટ અને ફાર્મમાં લગ્ન સમારંભ ચાલી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક વરસાદ ખાબકવાનો શરૂ થતા જમવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને લોકો ડીશ હાથમાં લઈને આમથી તેમ ભાગી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનો પણ અનુભવ કર્યો હતો. જ્યારે બીજી બાજુ વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાકને ખુબ જ નુકશાન થવા પામ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.