ગુજરાત: ગાંધીધામ (Gandhidham) થી ભચાઉ હાઇવે (Bhachau Highway) પર રાત્રે 3 વાગ્યાનાં સુમારે માર્ગ અકસ્માતની ઘટનામાં એકસાથે 3 માનવ જિંદગી હોમાઇ ગઈ હતી કે, જેમાં ભચાઉના બટિયા પુલ પર પૂરપાટ ઝડપે જઈ રહેલ ઇનોવા કાર ટ્રકમાં ધડાકાભેર અથડાઈ જતાં બારમાં સવાર રાજકોટ (Rajkot) ના ત્રણ પૈકી બે યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જયારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ લઈ જવામાં આવ્યો હતો. મોડી સાંજે બનેલ આ ઘટનામાં ગાંધીધામથી ભચાઉ તરફ જતા હાઇવે પર બટિયા પુલ નજીક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ઇનોવા કાર ધડાકાભેર ટ્રકમાં અથડાઇ ગઈ હતી.
અથડામણ એટલી ભયંકર હતી કે, એક્સાથે 2 વાહનોને અલગ કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી. ઇનોવા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કારમાં સવાર રાજકોટના 3 યુવાનો પૈકી 2 યુવાનના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા જયારે ત્રીજા યુવાનને ગંભીર હાલતમાં ભુજ લઈ જવાયો હતો.
મોડી સાંજે બનેલ આ દુઃખદ ઘટનામાં કારમાં સવાર 3 પૈકી 2 લોકોના મોત નિપજ્યા હતા જયારે એકને ગંભીર હાલતમાં ભુજ લઇ જવામાં આવતાં ત્રણેના નામ અથવા તો વધારે જાણકારી મળી શકી ન હતી. જયારે 2 મૃતકો પૈકી કારમાં એક નોટરી કરાર હતો જેના પરથી એક મૃતક રાજકોટના મહુડી પ્લોટ 150, જુનું ઓમનગરની શેરી ન઼બર 2 રવિ કૂંજમાં રહેતો યાદવ ચિરાગ ચેતનકુમાર હોવાનું જાણવા મળ્યું હતું.
અકસ્માતની જાણ થતાંની સાથે જ ભચાઉ વિભાગના DYSP કે.જી.ઝાલા, PI જી.એલ.ચૌધરી સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ કારને ટ્રકમાંથી અલગ કરીને આ અકસ્માતને કારણે થયેલ ટ્રાફિકને વહેતો કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે યુવાનના મોત તેમજ ત્રીજા યુવાનને સારવાર અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.