ખેડૂતોને નકલી સોનું પધરાવી લાખો રૂપિયા લઈને ભાગેલા બે ઈસમો પકડાયા

મહેસાણા(ગુજરાત): બી ડીવીઝન પોલીસે મહેસાણા જીલ્લાના વિસનગરની ઉપવન સોસાયટીમાં રહેતા અને મૂળ કડા ગામના ખેડૂતને નકલી સોનું આપવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વિસનગરની ઉપવન સોસાયટીમાં રહેતા કનુભાઇ કચરાભાઇ પટેલને સિદ્ધેશ્વરી મંદિર નજીક નાળા પાસે બોલાવી સ્વીફ્ટ ગાડી લઇને ઊભેલા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને 50 ગ્રામના સોનાના ત્રણ બિસ્કીટ આપી બદલામાં 5 લાખ લઇ સોનાની ચકાસણી કરાવી આવવા જણાવ્યું હતું. તેથી વિસનગરમાં સોનાની તપાસ કરાવતાં સોનું નકલી હોવાથી સિદ્ધેશ્વરી મંદિર પાછા જતાં બંને વ્યક્તિ ફરાર થઇ ગયા હતા. તેથી કનુભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.એમ.પટેલ અને સ્ટાફના માણસો ચેકીંગમાં હતા. તે દરમિયાન સ્વીફ્ટ ગાડીની નંબર પ્લેટમાં એક આંકડો ચેકી નાખેલો હોવાથી પોલીસે કારને ઉભી રાખી હતી. કારની તપાસ કરતાં કારમાંથી રૂપિયા 5 લાખની રોકડ રકમ ભરેલી બેગ મળી આવી હતી.

જેના વિષે પોલીસે પૂછ્યું ત્યારે કારના માલિક પાસે કોઈ જવાબ ન હોવાથી બી ડિવિઝન પોલીસે બંને વ્યક્તિની ધડપકડ કરીને પૂછપરછ શરુ કરી હતી. તેઓએ વિસનગર ખાતેથી નકલી સોનાના બિસ્કીટ બતાવીને રૂપિયા 5 લાખની રોકડ મેળવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ બુધ્ધાભાઈ મેવાભાઈ અબ્દુલ્લાભાઈ બમ્બા, હનીફભાઈ સગરામભાઈ ઉમરભાઈ સમાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *