વડોદરામાં બંધ પડેલ બંગલોમાં થઈ સોના-ચાંદીના દાગીના સહિત 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી

ચોરી-લુંટફાટની અનેક ઘટનાઓ  રાજ્યમાંથી અવારનવાર સામે આવતી હયો છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં રહેતી પરિણીતા 2 બાળકોની સાથે કચ્છમાં…

ચોરી-લુંટફાટની અનેક ઘટનાઓ  રાજ્યમાંથી અવારનવાર સામે આવતી હયો છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં રહેતી પરિણીતા 2 બાળકોની સાથે કચ્છમાં આવેલ આદિપુરમાં SBI બેંકમાં નોકરી કરતા તેમજ ત્યાં રહેતા પતિને મળવા માટે ગઈ હતી.

આ સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ 12,000 ની રકમ સહિત અનેકવિધ સોના-ચાંદીના ઘરેણાં મળીને કુલ 2,91,250 રૂપિયાની મતાના મુદ્દામાલની ચોરી કરીને ભાગી જતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પાડોશીએ ચોરી થઈ હોવાની જાણ કરી:
શહેરમાં આવેલ વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં પલ્લવીબેન પંકજકુમાર સિંઘ 2 બાળકોની સાથે રહે છે. જયારે પતિ પંકજકુમાર આદિપુર, કચ્છની SBI બેંકમાં નોકરી કરે છે તેમજ ત્યાં જ રહે છે. 26 જુલાઈએ તેઓ પોતાના મકાનમાં લોક મારીને બંનેની બાળકો સાથે આદિપુર રહેતા પતિ પાસે રહેવા ગયા ત્યારે 21 ઓગસ્ટે સવારનાં 12.30 વાગ્યે પડોશીએ ફોન કરી કહ્યું હતું કે, તમારા મકાનના સ્ટીલના દરવાજાને લોક તૂટેલું છે તથા દરવાજો ખુલ્લો છે.

મકાનમાંથી રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાયા:
પલ્લવીબેન તાત્કાલિક પરિવારની સાથે વડોદરા પહોંચી ગયા હતા. વડોદરા આવતાની સાથે જ તેઓને મકાનના સ્ટીલના દરવાજાને મારેલ લોક તૂટેલું તથા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેને કારણે તેઓએ મકાનમાં જઇને તપાસ કરતા મકાનમાંથી રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાઈ આવ્યા હતા તેમજ ઘરનો સમાન વેરવિખેર જોવા મળ્યો હતો.

અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ:
કબાટમાં વધારે તપાસ કરતા રોકડ રકમ 12,000 રૂપિયા સહિત અનેકવિધ સોનાચાંદીના ઘરેણાં મળીને કુલ 2,91,250 રૂપિયાની મતાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી કે, જેથી તેણીએ બનાવ અંગેની પાણીગેટ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *