“ઠોઠ વિદ્યાર્થીઓ તરફ કોઈ ધ્યાન નથી આપતું”- આ મુદ્દે મહિલા શિક્ષિકાએ આચાર્યની નોકરી મૂકીને શરુ કર્યું અનોખું અભિયાન

હાલમાં એક ખુબ પ્રશંસાપાત્ર કહાનીને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ સુરત શહેરનાં શિક્ષિકા બાલાસરસ્વતી નાયરે અભ્યાસમાં નબળાં હોય એવા બાળકોને આગળ લઈ જવા…

હાલમાં એક ખુબ પ્રશંસાપાત્ર કહાનીને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ સુરત શહેરનાં શિક્ષિકા બાલાસરસ્વતી નાયરે અભ્યાસમાં નબળાં હોય એવા બાળકોને આગળ લઈ જવા માટે અનેકવિધ પ્રયાસો કર્યાં છે ત્યારે તેઓ જણાવે છે કે, હોંશિયાર બાળકો પર તમામ લોકો ધ્યાન આપે છે અને તેમનું સન્માન કરતા હોય છે.

જયારે નબળા બાળકોને બધા ધિક્કારતા હોય છે. આવા નબળા બાળકોને આગળ લઈ જવા માટે શહેરના બાલાસરસ્વતી નાયરે ખાનગી શાળાના આચાર્યની નોકરી છોડીને માત્ર નબળા બાળકો પર કામ શરૂ કર્યું છે. 40 વર્ષની ઉંમરમાં લર્નિંગ ડિસેબિલિટી વિષયમાં એમફીલ કર્યુ હતું તથા સમગ્ર દેશમાં ફરીને 30 થી વધુ કોર્સ કર્યા છે. હાલમાં તેઓ નબળા બાળકોને ભણાવી શકે એના માટે શિક્ષકો-પેરેન્ટ્સને ઓનલાઈન તાલીમ આપે છે.

‘ડિસઓર્ડર વિશે કોઈ જાણતું નથી’:
તેઓ જણાવે છે કે, ‘શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી હતી. મને પહેલેથી જ નબળા બાળકો માટે કંઈકને કંઈક કરવાની ઈચ્છા હતી. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, લર્નિંગ ડિસેબિલિટીને લીધે આવા બાળકો અભ્યાસ કરી શક્તા નથી. જો મારે એમને મદદ કરવી હોય તો પહેલા જાતે એ વિષયમાં ભણવું પડશે.

જેથી અંતે મેં મારા પ્રશ્નના ઉત્તરની શોધમાં શાળાની નોકરી છોડી દીધી હતી. ત્યારપછી લર્નિંગ ડિસેબિલિટી વિષયમાં એમફીલ કર્યું હતું. જાણ થઈ હતી કે, શિક્ષકો આ ડિસઓર્ડર વિશે જાણતા જ નથી. હું જાતે શહેરની 400 જેટલી શાળાઓમાં આ ડિસઓર્ડર અંગેની માહિતી આપવા ગઈ હતી.

આની સાથે જ કહ્યું હતું કે, હું આવા બાળકોની માટે વર્કશોપ કરીશ પણ એ સમયે 99% શાળાએ મને સાંભળી નહિ. વર્ષ 2008 માં એન એનજીઓની શરૂઆત કરી હતી તેમજ તેમાં ભણવામાં નબળા બાળકને ભણાવવાની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *