સુરત(Surat AAP Corporators joins BJP): શહેરમાં વધુ એક AAPમાં મોટું ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટર ભાજપ(BJP)માં જોડાયા છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટર અને પછી છ કોર્પોરેટર અને હવે 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 12 કોર્પોરેટરે કેસરિયો ધારણ કરી લીધો છે. હવે વધુ બે કોર્પોરેટર કનુ ગેડિયા (Kanu Gedia Corporator) અને અલ્પેશ પટેલ (Alpesh Patel Corporator) ભાજપમાં જોડાઈ ગયા છે.
મહત્વનું છે કે, થોડા સમય અગાઉ આપના 4 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ વધુ 6 કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા હતા. એટલે કે 10 કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો હતો. તો હવે બીજા 2 કોર્પોરેટરે ભાજપનો હાથ પકડ્યો છે.
અગાઉ કોણે રાજીનામા આપ્યા હતા તેવી વાત કરવામાં આવે તો વોર્ડ નં 2ના ભાવના સોલંકી, વોર્ડ નં 3ના રૂતા ખેની, વોર્ડ નં 8ના જ્યોતિ લાઠિયા અને વોર્ડ નં 16ના વિપુલ મોવલિયાનું નામ શામેલ છે.
વધુ જે 6 કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે તેમના નામની વાત કરીએ તો, વોર્ડ નં 4ના ઘનશ્યામ મકવાણા, વોર્ડ નં 4 ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નં 5 અશોક ધામી, વોર્ડ નં 5 કિરણ ખોખાણી, વોર્ડ નં 5નિરાલી પટેલ, વોર્ડ નં 17 સ્વાતિ ક્યાડાનું નામ શામેલ છે.
ત્યારે હવે બધું બે કોર્પોરેટર ભાજપમાં જોડાય ગયા છે, જેમાં કનુ ગેડિયા અને અલ્પેશ પટેલનો સમાવેશ થાય છે. બંનેએ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરાની સહીત હોદ્દેદારોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.