લુંટ અને ધાડ જેવી ઘટનાને અંજામ આપતા બે ખૂંખાર આરોપીઓ ઝડપાયા

દાહોદ(ગુજરાત): દાહોદના જોયસરે જિલ્લામાં ખુલ્લે આમ ફરતા આરોપીઓ ઝડપી પાડવા એસ.પી. હિતેશે સારુ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. તે દરમિયાન જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે અને લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીની ગેંગોના રખડતા આરોપીઓને પકડી પાડવા માટે LCB પીઆઇ બી.ડી. શાહે જરૂરી સૂચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને LCB પીઆઇ તથા LCB પીએસઆઇ પી.એમ.મકવાણા તથા સ્ટાફની ટીમ સાથે મિલકત સબંધી ગુનાઓમાં સંકળાયેલા ગેંગોના રખડતા આરોપીઓની માહિતી ભેગી કરવા માટે વર્કઆઉટની કામગીરી શરુ કરી હતી.

પીઆઇ બી.ડી. શાહની સૂચના મુજબ પીએસઆઇ પી.એમ. મકવાણા તથા સ્ટાફ જેસાવાડા વિસ્તારમાં રખડતા આરોપીઓ પકડી પાડવા માટે ડ્રાઇવમાં હતા. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી લીમખેડા પોલીસ મથકે નોંધાયેલા લૂંટ, ઘાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર ખજુરીયા ગેંગના ખુંખાર આરોપીઓ આમલી ગામનો પંકજ ઉર્ફે પંકજ ઉર્ફે કાણીયો, મઝુર પલાસ અને ખજુરીયાનો કૈલાશ ગલાલ પલાસ જેસાવાડા આશ્રમ પાસે આવતો હોવાની માહિતી મળી હતી. જેને કારણે ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવીને બન્ને આરોપીઓ જેસાવાડા આશ્રમ રોડ ઉપર આવતાં તેઓની ધડપકડ કરી હતી. આ બંનેએ ભેગા મળીને ગરબાડા,જેસાવાડા, લીમખેડા વિસ્તારમાં ચોરી લુંટ અને ધાડના 9 ગુના કર્યા હોવાથી તેમાં માહિર હતો.

ગેંગમાં કુલ 7 સાથીદારો જેઓ ભુતકાળમાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી તેમજ મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જિલ્લામાં તેમજ આંતર જિલ્લાના ગુનાઓમાં જેલ જઈ ચુક્યા છે. તેઓ જામીન પર મુક્ત થયા પછી ફરીથી લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓ કરવાનું શરુ કર્યું છે.

દિવસ દરમિયાન આરોપીઓ તેમના સાથીદારો સાથે મજૂરી કામના બહાને સ્થળ જગ્યાથી રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા મળી જરૂરી હથિયારોથી સજ્જ થઇ રેકી કરેલ જગ્યા ચોરી, લૂંટના ગુનાને અંજામ આપતા હતા તેવી કબુલાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *