હેલીકોપ્ટર ક્રેશ થતા બે પાયલટના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત- વિસ્ફોટથી ફફડી ઉઠ્યા લોકો

તેલંગાણા(Telangana)ના નાલગોંડા(Nalgonda) જિલ્લામાં શનિવારે એક હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયું હતું, જેમાં એક ટ્રેઇની પાઇલટ સહિત બે પાઇલટના મોત(Two pilots killed) થયા હતા. આ દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જુનસાગર ડેમ પાસે પેડદાવુરા બ્લોકના તુંગાતુર્થી ગામમાં બની હતી. વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ સમયે પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેને ટ્રેઇની પાઇલટ ઉડાવી રહ્યો હતો. આ વિમાન હૈદરાબાદની એક ખાનગી એવિએશન એકેડમીનું હતું. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. વીડિયોમાં કેટલાક ગામલોકો દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી પાઈલટને બચાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. આ હેલિકોપ્ટર ફ્લાયટેક એવિએશનનું સેસના 152 મોડલ ટુ સીટર હતું.

પોલીસને ખેડૂતો પાસેથી મળી હતી દુર્ઘટનાની માહિતી:
પ્રારંભિક તપાસમાં, નાલગોંડા પોલીસે કહ્યું કે તેમને પેડદાવુરા મંડલના તુંગાતુર્થી ગામમાં ખેતીની જમીન પર કામ કરતા ખેડૂતો પાસેથી માહિતી મળી હતી કે તેઓએ હેલિકોપ્ટર ક્રેશ થયું અને ભારે ધુમાડો નીકળતો જોયો. માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને મહિલા પાયલટનું મોત થયું છે.

હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અથડાઈ હોવાની આશંકા:
પોલીસને આશંકા છે કે હેલિકોપ્ટર ખેતીની જમીન પરના હાઈ ટેન્શન વીજ વાયરના સંપર્કમાં આવ્યું અને આ દુર્ઘટના સર્જાઈ. હેલિકોપ્ટર હૈદરાબાદની ફ્લાયટેક એવિએશન એકેડમીનું છે. નાલગોંડાની સરહદે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં નાગાર્જુનસાગર ખાતે તેની એક ઓપરેશનલ સંસ્થા પણ છે, જ્યાંથી હેલિકોપ્ટર ઉડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *