નર્મદા(Narmada): અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. જેને પગલે લાખો લોકોના જીવ જતા હોય છે. આવી સ્થિતિમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં ભારતભ્રમણ પર નીકળેલા ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) અયોધ્યા (Ayodhya)ના સંતોની પીકઅપને ડેડીયાપાડાથી થોડે દુર નેત્રંગ (Netrang)થી ઝંખવાવ હાઇવે(Zhankhawav Highway) નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર અને 2 સંતો સહિત 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 5 સંતો ઘાયલ થયા છે.
ઘટનાસ્થળે દુ:ખદ અવસાન:
ઉત્તરપ્રદેશ અયોધ્યાના સંતો ભારત ભ્રમણ પર નીકળ્યા હતા. આ દરમિયાન 27 ડિસેમ્બરના રોજ તેઓ નાંદોદ તાલુકાના ગુવારના રામાનંદ આશ્રમ ખાતે રામાર્ચન યજ્ઞમાં હાજરી આપવા આવ્યા હતા. યજ્ઞ પૂર્ણ થતા મહંત રામદાસ મહારાજની જમાતના તમામ સંતો પિક અપ ટેમ્પોમાં ગાય પગલા જઈ રહ્યા હતા. ત્યારે પિક અપ ટેમ્પોના ચાલકે પોતાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડેડીયાપાડાથી થોડેક દુર નેત્રંગ ઝંખવાવ રોડ નજીક ઝાડ સાથે પિક અપ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારે આ ઘટનામાં ડ્રાઇવર રાકેશ અને સંત વેદાંતજીનું ઘટનાસ્થળે દુઃખદ અવસાન થયું હતું. જ્યારે યુવા સંત કેશવદાસજીને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા. ત્યારે તેમનું રસ્તામાં અવસાન થયું હતું. તો બીજી બાજુ અન્ય એક ગંભીર રીતે ઘાયલ સંત રામ લખનદાસજીને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પરથી વડોદરા એસ.એસ.જી ખાતે રિફર કરાયા હતા.
રામપરા ખાતે અંતિમ વિધિ:
તેમજ અક્સ્માતમાં ઘાયલ સંત રઘુવીરદાસ, સંત ગોપાલ દાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ, મનોહર બાબા અને દયાનિધી દાસ આ તમામે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લધી હતી. આ ઉપરાંત નેત્રંગ ખાતે અવસાન પામેલા સંતના મૃતદેહની ત્યાંની હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ બાદ રાજપીપળા નજીકના રામપરા ખાતે અંતિમવિધિ કરાઈ હતી. જ્યારે રાજપીપળા ખાતે અવસાન પામેલા સંતની પણ રામપરા ખાતે અંતિમ વિધિ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.