વડોદરા(ગુજરાત): બુધવારે વડોદરા જિલ્લા એસઓજી પોલીસે કરજણ ટોલનાકા નજીક ચાલતા જતી 2 શંકાસ્પદ મહિલાઓને રોકીને તેની તપાસ કરતા ચોકાવનારી જગ્યાએથી 6 કિલો 143 ગ્રામ ગાંજાના પેકેટ મળ્યા હતા. આ માલ પોલીસને લેગિન્સમાં છુપાયેલો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંનેની અટકાયત કરી ગાંજો કયાં લઇ જવામાં આવતો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, સુરતથી વડોદરા આવતી એસટી બસમાં 2 મહિલાઓ એનડીપીએસનો માલ લઈને આવતી હોવાની માહિતીના આધારે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે મહિલાઓ ચાલીને આવતી હતી. પોલીસે બન્નેને ઉભી રાખી પૂછપરછ કરી હતી. તે દરમિયાન બે મહિલા પોલીસે નજીકના શૌચાલયમાં જઈ તલાશી લેતા કમળાબેન ઉર્ફે ગંગાબેન વિનોદભાઈ પરમારએ પહેરેલ લેગિન્સમાં ખાખી કલરનું પેકેટ જોવા મળ્યું હતું.
જ્યારે બીજી મહિલા ડોલીબેન ઉર્ફે લીલાબેન મહેશભાઈ પરમારના ચણિયાની નીચે પહેરેલ લેગિન્સમાંથી પણ ખાખી કલરનું પેકેટ મળ્યું હતું. બન્ને પેકેટમાં રહેલા માદક પદાર્થની ચકાસણી કરતા ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેમાં બંન્ને પેકેટમાં થઈને 6 કિલો 143 ગ્રામ ગાંજો કિંમત 61,470 રૂપિયા સાથે બન્ને મહિલા કમળાબેન ઉર્ફે ગંગાબેન વિનોદભાઈ પરમાર અને ડોલીબેન ઉર્ફે લીલાબેન મહેશભાઈ પરમારની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.