રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટ(rajkot)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નાના મોવા રોડ(Nana Mova Road) પર એક બિલ્ડીંગ(Building)ના ચોથા માળે રીનોવેશન(Renovation) કામગીરી દરમિયાન અચાનક ચોથા માળનો સ્લેબ(Slab) ધરાશાયી થઇ જતા કામ કરી રહેલા ત્રણ મજુરો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાંથી બે મજૂરોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજતા ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. ઇજાગ્રસ્ત ત્રીજા શ્રમિકને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેરમાં નાનમોવા રોડ પર આવેલા જીવરાજ પાર્કમાં મહાદેવ મંદિર નજીક આ બિલ્ડીંગ આવેલું છે. જયાં ચોથા માળે રીનોવેશન કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સ્લેબ ધસી પડયો હતો. પરીણામે કાટમાળ નીચે દબાયેલા શિવાનંદ અને રાજુભાઇ સાગઠીયા નામના બે મજૂરનું સ્થળ પર મૃત્યુ થઇ ગયું હતું. જયારે અન્ય શ્રમિક સુરજકુમારને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે સ્થળ પર આસપાસના રહેવાસી લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોચી હતી. દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે તુરંત જોરદાર કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, એક જ મજુરને બચાવી શકાયો હતો. અન્ય બે મજુરોના મૃતદેહો કાટમાળ નીચેથી મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક શ્રમિક રાજુ ખુશાલભાઇ સાગઠીયા છૂટક મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જીવરાજ પાર્કમાં અંબિકા ટાઉનસીપમાં આવેલી આ બિલ્ડીંગનું રીનોવેશન થઇ રહયું હતું. ચોથા માળે શ્રમિકો સ્લેબ ખોલતા હતા તે દરમિયાન સ્લેબ ધરાશાહી થઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.