અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં પતિ-પત્નીને પોલીસ ઉપાડી લે છે. હવે આનું કારણ શું હોય તેનું તો આપણને કોઈ જાણ હોતી નથી, પણ અહીં એક એવી ઘટના બની છે કે જેને જાણી તમે ચોંકી ઉઠસો.
પોલીસે એક પ્રેમીપંખીડાંને ઉપાડી લીધા છે. આ પ્રેમીપંખીડાં પતિ-પત્ની છે, તેમ છતાં તેમને પોલીસ ઉપાડી ગયા હતા. તેનું કારણ એ હતું કે તેમને સંભોગ કરવો હતો પણ તેનું બાળક તેની સાથે હતું. પોલિસે એક એવા જુગલજોડાને અરેસ્ટ કર્યું છે જેના પર એવો આરોપ છે કે દરોયાકીનારે રોમાન્સ કરવા માટે કપલે પોતાના 2 વર્ષના બાળકને ગળા સુધી રેતમાં દફનાવી દીધું હતું. આ ઘટના અર્જનટીનાના વ્યુનસ આયર્સના એક બીચની છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ ઈમરજન્સી નંબર પર કોલ કરીને પોલીસને આ ઘટનાની માહિતી આપી હતી. બીચ પર તે સમયે ખૂબ વધુ ગરમી હતી અને બાળકને કથિત રીતે ગળા સુધી રેતમાં દબાવી દીધુ હતું. સૂચના મળવાના લગભગ 45 મિનિટ બાદ પોલીસ અધિકારી બીચ પર પહોંચ્યા અને બાળકને રેસ્ક્યુ કર્યો, પોલીસે કહ્યું કે બાળક તડકામાં બળી રહ્યું હતું અને ભુખ્યુ-તરસું હતું.
પોલીસ અધિકારીએ આ કપલને ગિરફ્તાર કરી લીધા. પોલીસ અધિકારીનું કહેવું એવું છે કે મહિલાના બેગથી નશીલી દવાઓ મળી. મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલા અને પુરુષની ઉંમર 29 વર્ષ છે. પીડિત બાળકના પિતા જ્યાં અર્જેનટીનાના રહેવાસી છે તેમના પાર્ટનર પ્રાગના છે. બન્નેના નામનો ખુલાસો નથા કરવામાં આવ્યો. તેમની સાથે એક બીજો પુરુષ પણ હતો. પરંતુ તે પોલીસ આવ્યા પહેલા ભાગી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.