સતત વધી રહ્યો મણીપુર ભૂસ્ખલનનો મૃત્યુ આંક- વધુ ત્રણ મૃતદેહ મળી આવતા ચકચાર, 44 હજુ પણ લાપતા

મણિપુરના નોની (Noni, Manipur) જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુ આંક વધીને 20 થયો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે, અત્યાર સુધીમાં 13 ટેરિટોરિયલ આર્મીના જવાનો અને પાંચ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 44 લોકો હજુ પણ ગુમ છે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

ટુપુલ યાર્ડ ખાતેના રેલવે કન્સ્ટ્રક્શન કેમ્પમાં બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 15 પ્રાદેશિક સૈન્યના જવાનોએ જીવ ગુમાવ્યા છે. સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન આર્મી, આસામ રાઈફલ્સ, ટેરિટોરિયલ આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NRDF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી એન બિરેન સિંહે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *