અત્યાર સુધી તમે આંખના ઘણા રોજ જોયા હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે. પરંતુ આજ અમે તમને જે બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે જાણીને તમને લોકોને પણ આશ્ચર્ય થશે કે, આંખમાંથી 20 જેટલા જીવતા કીડા નીકળા.
ચીન દેશમાં રહેતા ૬૦ વર્ષીય એક કાકાને આંખમાં દુખાવો ઊપડ્યો. થાકને કારણે દુ:ખાવો થતો હશે એમ માનીને અમુક દિવસ દુ:ખાવાને અવગણયો, પણ એ પછીથી દુ:ખાવો વધી જતાં તેઓ સુજો શહેરની એક હૉસ્પિટલમાં દાખલ થયા. ડૉક્ટર દ્વારા આંખનું ચેકિંગ કરવામાં આવ્યું તો જમણી આંખનાં પોપચાની નીચે આશરે ૨૦ જેટલા જીવતા કીડા જોવા મળ્યા. ડૉક્ટરે ઑપરેશન દ્વારા આ કીડાને બહાર કાઢ્યા. આ એક પ્રકારનાં પરોપજીવી કીડા છે.
સાધારણ રીતે આ બીમારી કૂતરા અને બિલાડીઓમાં જ જોવા મળે છે. કીડાને લાર્વામાંથી સંપૂર્ણ રીતે વિકકિત કીડા થવામાં 15 થી 20 દિવસ જેટલો સમય લાગે છે. કાકાની પાસે કોઈ પાળતું પ્રાણી ન હોવા છતાં પણ તેમની આંખમાં આ કીડા કેવી રીતે પહોંચ્યા એ હાલ પ્રશ્ન છે. જોકે બહાર કામ કરતી વખતે કોઈ પણ પ્રકારે આ કીડા આંખમાં પહોંચ્યા હોઈ શકે તેવું તેમણે જણાવ્યું હતું.
પરોપજીવી કીડાઓ માનવનાં શરીરમાં જોવા મળ્યા તેવી આ પહેલી ઘટના નથી. વર્ષ 2018માં અમેરિકા દેશમાં એક મહિલાનાં ચહેરા ઉપર મોટો કાળો ડાઘ દેખાતાં તે તપાસ કરાવવા માટે ડૉક્ટરની પાસે ગઈ તો મહિલાની ચહેરાની ચામડીની નીચે એક પરોપજીવી કીડો ઊછરી રહ્યો હોવા અંગેનું જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle