સુરત(Surat): તહેવાર કોઈ પણ, સુરતીઓ હંમેશા કઈક ને કઈક નવું લાવતા જ હોય છે. ત્યારે હાલ પણ આવા જ કઈક સમાચાર મળી આવ્યા છે. આજે સમગ્ર દેશમાં ધનતેરસ (Dhanteras)ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ ધનતેરસના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ક્યારેય ધન ખૂટતું નથી. ત્યારે આવી સ્થિતિમાં ડાયમંડ સીટી(Diamond City) કહેવાતા સુરતમાં ડાયમંડ જડિત લક્ષ્મી માતાની આકૃતિ તૈયાર કરવામાં આવી છે.
લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ. ત્યારે આજે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની સૌથી મોંઘી તસ્વીર સામે આવી છે. આ દિવસે ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં ડાયમંડ જડિત લક્ષ્મી માતાની આકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ કૃતિ એક બે લાખ નહિ, પરંતુ 21 કરોડની કિંમતના હીરાથી તૈયાર કરવામાં આવી છે. આંખોને અંજાવી નાંખે તેવા ઝગમગતા હીરાથી ચમકતા લક્ષ્મી માતાની આ આકૃતિ જોનાર દરેકનું મન મોહી લે તેવી નજરે ચડે છે.
જાણવા મળ્યું છે કે, આ તસ્વીર HVK ડાયમન્ડસ નામની કંપનીના રત્ન કલાકારો દ્વારા 21 કરોડના હીરાથી લક્ષ્મીજીની આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, કોઇપણ કંપનીમાં એક સાથે આટલા કરોડોનો માલ એક સાથે અવેલેબલ હોતો નથી. ત્યારે HVK દ્વારા ત્રણ દિવસનો સ્ટોક કંપનીમાં રાખવામાં આવ્યો હતો. અને તે બાદ આ લક્ષ્મીજીની તસ્વીર તૈયાર કરવામાં આવી છે.
આ રંગોળી બનાવવા માટે તેઓએ એક ફૂટની એક્રેલિકની શીટ પર લક્ષ્મી માતાનું ચિત્ર કટિંગ કરીને મૂક્યું હતું. ત્યારબાદ આ પ્લેટમાં 1.50 કિલોના 7500 કેરેટના હીરા નાખ્યા હતા અને તે પછી આ શીટ ખસેડી દીધી હતી. આ રીતે તૈયાર થયા હતા 21 કરોડના લક્ષ્મી માતાજી. સાથે જ ડાયમંડ સીટી સુરતની ડાયમંડ કંપનીએ ડાયમંડ જડિત લક્ષ્મી માતા તૈયાર કરીને આવનારું વર્ષ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સુખ અને સમૃદ્ધિ લાવનારું બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.