Recession In Surat Diamond Industry: હીરાઉધોગમાં ભયંકર મંદીના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. સુરતનો હીરા ઉદ્યોગ ફરી એક વખત ભયંકર મંદીમાં(Recession In Surat Diamond Industry) સપડાયો છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે 20,000 રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બેરોજગારીના કારણે છેલ્લા ચાર મહિનામાં 21 રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે.અત્યારે આજરોજ આશિષભાઈ બલર નામના રત્નકલાકારે બેરોજગારીથી કંટાળીને આપઘાત કરી દુનિયાને અલવિદા કહી દીધું છે.
ત્યારે આજરોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના પ્રમુખ રમેશભાઈ જીલરીયા તથા ઉપ પ્રમુખ ભાવેશભાઈ ટાંક એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ને લેખિત રજુઆત કરી હતી. ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો ની વ્હારે સરકાર આવે અને રત્નકલાકારો ને આર્થિક પેકેજ જાહેર કરે તથા બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરે તથા આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરે એવી માંગણી મુખ્યમંત્રી તથા શ્રમ રોજગાર વિભાગ સમક્ષ કરવા મા આવી છે સરકાર જો તાત્કાલિક મદદ નહીં કરે તો તેના ગંભીર પરિણામો આવશે એવી આશંકા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ વ્યક્ત કરી છે.
હીરા ઉધોગના રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે અને મજુર કાયદા હેઠળના મળવાપાત્ર લાભો મેળવવાની પાત્રતા પાવે છે. પરંતુ હીરા ઉદ્યોગમાં વર્ષોથી મંજુર કાયદાનુ પાલન કરાવવામાં આવતુ નથી. જેના કારણે હીરા ઉદ્યોગમાં વર્ષોથી એક તરફી વિકાસ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો માલામાલ અને રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યું છે. કલાકારો હીરાની સાથે મળીને ઘસાઈ રહ્યાં છે.
મંદીના કારણે પગાર ઘટતા રતનકલાકારોને ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેથી સરકાર તાત્કાલિક આર્થિક પેકેજ જાહેર કરે. બેરોજગાર રત્નકલાકારો માટે સરકારે વર્ષ 2009 માં જાહેર કરેલી રત્નદીપ યોજના ફરી જાહેર કરવામાં આવે. જેથી રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ મળે. હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન થવુ જોઈએ. સુરત રત્નકલાકારી પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરાય. મંદીના કારણે જે રત્નકલાકારોની છટણી કરવામા આવે તેમને બોનસ પિરિયડનો પગાર આપવામાં આવે. રત્નકલાકારોને પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ હેઠળ ઘરનું ઘર મળવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube