ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં આવેલ વિરમગામ શહેરમા 21 વર્ષીય માનસિક તકલીફ ઘરવાતી યુવતીનુ રિક્ષામા અપહરણ કરી સામુહિક બળાત્કાર ગુજારતા ફરીયાદ નોંધાઇ છે. યુવતીનુ રિક્ષામા અપહરણ કરી શહેર બહાર ઝાડીઓમાં લઇ જઇ નરાધમોએ યુવતી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો. યુવતિની માતાએ ટાઉન પોલીસ મથકમાં 5 શખ્સો સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાને લઇને ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની અટકાયત કરી વઘુ મેડીકલ અને કોરોના ટેસ્ટની કાર્યવાહી સહિત વઘુ તપાસ હાથ ધરી છે.
પીડિતની માતાએ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું કે, કાસમપુરા પાસે રહેતા પરિવારની સૌથી નાની 21 વર્ષીય દિકરી મગજની તકલીફ હોય (અસ્થિર મગજ) જેના લગ્ન કડી તાલુકના ગામમાં થયા હતા પરંતુ યુવતીને માનસિક તકલીફ હોય જેના છુટાછેડા થઇ ગયેલ છે અને તે પોતાના માતા-પિતા સાથે રહે છે.
ગત 15 ઓગસ્ટના રોજ યુવતીની માતા વિરમગામ શહેરની હોસ્પિટલમાં સાફસફાઇનુ કામ કરે છે અને જે રાત્રે કામથી મોડુ થઇ ગયેલ અને ઘરેથી યુવતીના ભાઈએ માતાને ફોન કરી કહ્યું કે દિકરી લગ્નમા જમવા ગયેલ તે ઘરે આવેલ પછી માતા પાસે જવુ છે તેમ કહીને નીકળેલ હતી. જ્યાં માતા અને દિકરાએ તેની શોઘખોળ શરૂ કરી હતી. તેવામાં એક રિક્ષા નીકળી તેમા જોતા યુવતી રિક્ષામાં પાછળ બેસી હોય તેમ લાગ્યુ અને રિક્ષા ચલાવનારને માતાએ નામથી ઓળખતા હતા અને એવામાં રિક્ષા પુરઝડપે ચલાવતા પાછળ પીછો કરતા પણ આગળ જતા કોઇ પતો લાગ્યો ન હતો. જોકે મોડી રાત્રીએ 12:30 કલાકે માતા અને દિકરો ઘરે આવતા રહ્યા અને પછી ફરીથી માતા પુત્ર અને અન્ય પુત્રીએ શોઘખોળ શરૂ કરી હતી તેમના ઘરેથી પુત્રવધુનો ફોન આવ્યો યુવતિ ઘરે આવી ગયેલ છે.
ઘરે આવીને માતાએ યુવતીને પુછ્યુ કે તુ રિક્ષામા ક્યાં જતી હતી. તો યુવતીએ કહ્યું કે હુ સગાને ત્યાં લગ્નમાં જમવા ગયેલ ત્યાંથી ઘરે આવી પછી માતા જોડે દવાખાને ચાલીને આવતી હતી તે વખતે રાત્રીના 11 વાગ્યા રાહુલ પાંચાભાઇ ભરવાડ નામના ઇશમે રિક્ષા ઉભી રાખી યુવતીને પુછ્યુ કે ક્યાં જાય છે રિક્ષામા બેસવા જણાવ્યુ હતું, તેમ કહેતા યુવતીએ રિક્ષામા બેસવાની ના પાડતા બળજબરીથી ઘક્કો મારી રિક્ષામા બેસાડી અને મુનસર તળાવ પાછળ ભાગે આવેલ ઇદગાહ પાછળ ઝાડીયાઓ લઇ ગયેલ. જ્યાં રિક્ષા સાઇડમાં ઉભી રાખી જ્યાં યુવકે યુવતી સાથે દૂષ્કર્મ આચરી અન્ય યુવકે ફોન કરી અન્ય ઈસમોને બોલાવી યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.
આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીની માતા ટાઉન પોલીસ મથકમાં અપહરણ અને સામુહિક દૂષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવી છે. જેમા આરોપી (1) રાહુલ પાંચાભાઇ ભરવાડ, (2)મફાભાઇ પાંચાભાઇ ભરવાડ (3)દશરથભાઇ રાજાભાઇ ભરવાડ (4) લાખાભાઇ વનાભાઇ ભરવાડ અને અન્ય (5) અજાણ્યા માણસ તમામ રહે. રામમહેલ મંદિર પાસે, વિરમગામ સામે ગુન્હો નોંઘાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી પ્રથમ 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેઓને મેડીકલ ચેકઅપ અને કોરોના ટેસ્ટને લઇને આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. બાકી આરોપીઓ ને ઝડપવા તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews