21 year old youth died heart attack: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.
કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે.
ગુજરાતના રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામે રહેતો અને શિવ કેટરર્સના નામે ધંધો કરતો મોહિત વિપુલભાઈ મોલિયા (ઉંમર વર્ષ 21) નામના પટેલ યુવકને તારીખ 06-07-2022 એટલે કે આજે સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબોએ મોહિતને તપાસી મૃત જાહેર કરતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ સમગ્ર મામલે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક મોહિત બે ભાઈમાં મોટો હતો અને તેના પિતા ખેતીકામ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોહિત કેટરર્સનું કામ કરતો હતો. ગઈકાલે તે કામેથી રાત્રે મોડો ઘરે આવ્યો હતો ત્યાર બાદ આવીને સીધો જ સૂઈ ગયો હતો સવારે જાગ્યો ન હટ્યો અને ત્યારે પરિવારના લોકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો.
કોરોના પછી વધ્યા હાર્ટ એટેક
આશ્ચર્યજનક વાત તો એ છે કે, કોરોના પહેલા હાર્ટ એટેકના કારણે આટલા મોત નહોતા થતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ તકલીફ વગર નાના હોય કે મોટા દરેક લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. આમ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને સતત વધારો થઇ રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube