અન્યાયથી પીડિત 21 યુવાનોએ મુંડન કરાવી રૂપાણી સરકારનું કર્યું બારમું- જાણો વિગતે

ગુજરાત સરકાર દ્વારા LRD(લોક રક્ષક દળ)ની ભરતીમાં OBC, SC અને STના બહેનો સાથે કરવામાં આવેલા અન્યાય સામે ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી…

ગુજરાત સરકાર દ્વારા LRD(લોક રક્ષક દળ)ની ભરતીમાં OBC, SC અને STના બહેનો સાથે કરવામાં આવેલા અન્યાય સામે ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારની આ નીતિથી દરેક જનતા રોષે ભરાઈ હતી. સરકારની આ અન્યાયકારી નીતિનો વિરોધ કરવા ભાવનગરના 21 યુવાનોએ ભાજપ સરકારનું બારમું કર્યું હતું. આવું કરવાનો હેતુ ફક્ત એટલો હતો કે સરકારને તેમની ખોટી નીતિ સમજાય.

હાલમાં જ LRD (લોક રક્ષક દળ)ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં OBC, SC અને ST કેટેગરીના બહેનોને વધારે માર્કસ મળ્યા હોવા છતાં તેમને નોકરીમાં લીધા નહિ અને પછાત સમાજને અન્યાય કરવામાં આવ્યો હતો. જેના કારણે છેલ્લા 45 દિવસથી અન્યાયનો ભોગ બનેલા બહેનો દ્વારા ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે. આ અંદોલન આ બહેનોનું ભવિષ્ય સારું બને તે માટે લોકો તેમના માટે આ અંદોલન કરી રહ્યા છે.

આ આંદોલનને સમર્થન આપવા તેમજ સરકારીની નીતિ-રીતિ સામે રોષ વ્યક્ત કરવા ભાવનગરમાં OBC હક અધિકાર જાગૃતિ અભિયાન અને કલ હમારા યુવા સંગઠન દ્વારા ઘોઘારોડ, મોટા શીતળા માતાના મંદિર સામે ભાજપ સરકારનું બારમું રાખી મુંડનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બન્ને સંગઠનના 21 કાર્યકરોએ મુંડન કરાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં પણ આવા વિરોધ કાર્યક્રમો શરૂ રાખવામાં આવશે તેમ વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *