‘યાદ કરો એ ભૂકંપ’ જયારે 30 હજાર લોકો મોતનો કોળીયો બન્યા, સરકાર કઈ સમજે-વિચારે તે પહેલા જ મદદે પહોચી BAPS સંસ્થા

BAPS Institute: 1956માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ(BAPS Institute) આવ્યો હતો. આમ પાંચ દાયકા બાદ 2001માં કચ્છમાં ફરી એક વાર આવેલા ભૂકંપે ભારે તબાહી અને તારાજી સર્જી હતી. આ હચમચાવી દે તેવા ભૂકંપની અસર સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી હતી. ભૂકંપને કારણે અમદાવાદ શહેરમાં પણ ખુબ જ નુકશાન થયું હતું.

મહત્વનું છે કે, કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે લોકોને થોડા સમય તો ખબર જ ન પડી કે આ શું થઇ રહ્યું છે, પરંતુ જ્યારે ખબર પડી ત્યારે ચો તરફ વિનાશ, તબાહી અને હાહાકાર જોવા મળ્યો હતો.

અમે તમને જણાવી દઈએ કે, કચ્છના ભચાઉ તાલુકાથી 12 કિલોમીટર દુર ચોબારી ગામ નજીકથી ઉદભવેલા ભૂકંપે 700 કિલોમીટર સુધીના વિસ્તારને ગંભીર અસર થઇ હતી.

6.9ની તીવ્રતા સાથે આવેલા આ ભૂકંપમાં 30,000 કરતા પણ વધારે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે આશરે દોઢ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય આ હચમચાવી વિનાશકારી ભૂકંપમાં 4 લાખ કરતા પણ વધારે મકાનો ધરાશાયી થયા હતા.

મહત્વનું છે કે, કચ્છ ઉપરાંત રાજ્યના 21 જિલ્લામાં આવેલા 700 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ ભૂકંપની ભારે અસર જોવા મળી હતી. જેમાં ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે રાજ્યના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો વિનાશકારી ઝપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન સૌથી વધુ ખુવારી કચ્છમાં જોવા મળી હતી. જેમાં ભારે ભૂકંપના વિનાશને કારણે ભૂજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા. કચ્છના 400 જેટલા ગામડાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા.

લોકોની મદદે આવી BAPS સ્વામિનારાયણ સંસ્થા:
અમે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપમાં 35,000 30,000 કરતા પણ વધારે લોકો માર્યા ગયા અને 1,50,000થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ભૂકંપ દરમિયાન BAPS સ્વામિનારાયણ સંસ્થા 6,800 થી વધુ કેન્દ્રો અને 40,000 મીડિયા સાથે સ્વૈચ્છિક રીતે મદદ કરવા માટે પહોંચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટએ BAPS ની 160 માનવતાવાદી પ્રવૃત્તિઓમાંની એક છે, જેમાં તબીબી, શૈક્ષણિક, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ગણતરીની કલાકોની અંદર જ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બચાવ, રાહતની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. BAPS સ્વયંસેવકો દ્વારા કમનસીબ પીડિતોના સેંકડો મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સાઇટ પર 60 જેટલા સાધુઓ અને 450 જેટલા સ્વયંસેવકોની ટીમ અને 6500 સ્વયંસેવકોની સહાયક ટીમ દ્વારા, રાહત શિબિરો ઉભી કરવામાં આવી હતી. જે શિબિરોમાં સામાજિક-માનસિક-આધ્યાત્મિક પુનર્વસન સાથે ખોરાક અને આશ્રય પૂરો પાડવામાં આવ્યો હતો. BAPS સંસ્થા દ્વારા 409 થી વધુ દૂરના ગામોમાં અસરગ્રસ્ત લોકોને કપડાં, વાસણો અને આવશ્યક રાહત પુરવઠોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ સામગ્રીઓનું કરવામાં આવ્યું હતું વિતરણ:
ભૂકંપની તબાહીને કારણે લોકોને તકલીફ ન પડે તે માટે BAPS સંસ્થા દ્વારા રાહતકાર્ય શરુ કરવામાં આવ્યું હતું. જેમાં તાડપત્રી 20,743 શીટ્સ, ટેન્ટ 6,315, ફૂડ પેકેટ 878,299, સુખડી (એનર્જી બાર) 193,106 કિગ્રા, પાણીના પાઉચ 1,404,815, બિસ્કીટ 916,720 પેકેટ, બ્રેડ 66,109 રોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં વાત કરવામાં આવે તો મિલ્ક પાવડર 24,933 કિ.ગ્રા, ખાંડ 88,919 કિગ્રા, ચા 7,799 કિગ્રા, ગોર 26,416 કિ.ગ્રા, ચોખા 232,405 કિગ્રા, ઘઉંનો લોટ 248,712 કિગ્રા, કુલ અ

નાજ 598,343 કિગ્રા, લીલા શાકભાજી અને ફળો 210,935 કિગ્રા, ધાબળા 68,418, કપડાં 179,870, ડીઝલ/કેરોસીન 16,670 લીટર, પ્રાઇમસ સ્ટોવ 8,281, મીણબત્તીઓ 167,950, રસોઈ તેલ 200 મેટ્રિક ટનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *