ગુજરાત(Gujarat): રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિમાં રોગચાળાના હાહાકાર વચ્ચે કોરોના ફરી માથું ઉચકતો હોય તેવું લાગી રહ્યા છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોના(Corona in Gujarat)નું સંક્રમણ વધવાને કારણે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે. જેમાં આજે આરોગ્ય વિભાગ(health department) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી અનુસાર, આજે રાજ્યમાં કોરોનાના માત્ર 24 પોઝીટિવ કેસ સામે આવ્યા છે. તેમજ કોરાનાથી મોતનો એક કેસ નોંધાયો છે.
જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 11 લોકો અને સુરતમાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સુરતમાં 4 કોરોના કેસ તેમજ રાજકોટમાં 3 કોરોના કેસ તેમજ મહેસાણામાં 3 કોરોના કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા, વડોદરા અને અમરેલીમાં 1-1 કેસ સામે આવ્યા છે. બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. જેથી આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જો વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં કોરોનાના કુલ 151 સક્રિય કેસો છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 966 લોકોએ કોરોનાની વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.12 % નોંધાયો છે. તેમજ 24 કલાકમાં 8 દર્દીઓ કોરોના સામેની જંગ જીતીને ઘરે પરત ફર્યા છે. હાલ રાજ્યમાં 151 કોરોનાના સક્રિય કેસ સામે આવ્યા છે. તેમજ સુરત શહેરમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. 24 કલાકમાં 8 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે 966 લોકોને રસી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.