ગુજરાતમાં કોરોનાપીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ભાવનગરમાં કોરોનાના કારણે એકનું મોત થયું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાને કારણે 2 લોકોના મોત થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ગુરુવારે ગુજરાતમાં કોરોના વાયરસને કારણે ત્રીજું મોત નોંધાયું છે. જેમાં ભાવનગર ખાતે એક પુરુષનું મોત થયું છે. જોકે, તેમને પહેલાથી જ કેન્સર, હૃદય સહિતની બીમારીઓ હતી. એકનું મોત થતાં રાજ્યમાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. 26 માર્ચ બપોરે 12.15 કલાકના રિપોર્ટ મુજબ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં મૃતકોની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે અને સંક્રમિત લોકોની સંખ્યા 639 પર પહોંચી ગઈ છે.
બુધવારે અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયા બાદ આજે સવારે ભાવનગરમાં કોરોનાને કારણે એક મોત નિપજ્યું હતું. ભાવનગરમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમને 24 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ અને ભાવનગર એમ ત્રણેય શહેરોમાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે.
Till now, 43 positive cases of Coronavirus have been detected in the state: Gujarat Principal Secretary, Health and Family Welfare Jayanti Ravi pic.twitter.com/bUfwENmxEt
— ANI (@ANI) March 26, 2020
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં આજે અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 7, સુરતમાં 7 વડોદરામાં 8, રાજકોટમાં 4, કચ્છમાં 1 અને ભાવનગરમાં એક કેસ પોઝિટીવ મળી આવ્યો છે. હાલમાં 761 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈકાલ રાત સુધી ગુજરાતમાં 39 કેસ જ હતા. આજે અમદાવામાં 01, સુરતમાં 01, ભાવનગરમાં 01 અને ગાંધીનગરમાં 01 કેસ વધ્યો છે.
ગુજરાતમાં કોરોના 40 ને પાર, ત્રીજું મોત, જાણો વિગતે