હમણાં થોડા દિવસ પહેલા જ એક્વાડોર (Ecuador) ની રાજધાની ક્વિટો (Quito) માં થયેલા ભારે વરસાદને કારણે મંગળવારે મોડી રાત્રે થયેલા ભૂસ્ખલન (Landslides) માં ઓછામાં ઓછા 24 લોકોના મોત (24 deaths) થયા છે. તેમજ તે દરમિયાન 48 લોકો ઘાયલ થયા હોવાનું જણાયું છે.
ક્વિટો સુરક્ષા વિભાગ તરફથી જાણકારી મળી છે કે લગભગ 24 કલાક સુધી ચાલેલા વરસાદને કારણે ભૂસ્ખલનમાં આઠ મકાનો ધરાશાયી થયા હતા અને અન્ય કેટલાકને ઘણું ખરું નુકસાન થયું હતું.
મળતી માહિતી અનુસાર અન્ય 12 લોકોના ગુમ થયા હોવાનું જણાયું છે. આ ઘટના દરમિયાન ઘટના સ્થળે હાજર રહેલા બચી ગયેલા લોકો પૈકી એક મહિલાએ કહ્યું કે, તેણીને અચાનક લાગ્યું કે તેનું ઘર ધ્રૂજીવા લાગ્યું, જાણે કે ભૂકંપ આવ્યો હોય, અને પછી અચાનક કાદવવાળું પાણી દરવાજા અને બારીઓમાંથી ઘરમાં આવવા લાગ્યું.
વધુમાં કહેતા કહ્યું કે, મારા ચાર વર્ષના બાળકનો હાથ પકડીને હું મુશ્કેલીથી સીડી તરફ દોડી અને છત પર ચઢી ગઈ. પરંતુ આ દરમિયાન અચાનક જ દિવાલો પડવા લાગી.’
તેણે આગળ કહ્યું કે, ‘અમે પહેલા માળે પડોશીઓને માટે બૂમો પાડવાનું શરૂ કર્યું, પરંતુ બાજુમાં રહેતી એક માતા અને પુત્રી પાણીમાં વહી ગયા. મેં વિચાર્યું કે હું મારા પુત્ર સાથે મરી જઈશ, પરંતુ અમે બચી ગયા.
આ ઘટના દરમિયાન મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે, તેમજ ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી ચાલુ જ છે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.