રૂપાણીનું દારૂબંધી વાળું ગુજરાત દારૂ-ડ્રગ્સનાં સેવનમાં આવ્યું દેશભરમાં પ્રથમ, માત્ર 1 વર્ષમાં નોંધાયા આટલા કેસ…

હાલમાં બોલીવુડ ફિલ્મજગતમાં ડ્રગ્સને લઈ કેટલીક પ્રખ્યાત અભિનેત્રી અને અભિનેતાનાં નામ સામે આવ્યાં છે ત્યારે હાલમાં ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સને લઈ એક જાણકારી સામે આવી રહી છે. છેલ્લા ઘણા દિવસથી સમગ્ર દેશમાં ડ્રગ્સનો મામલો ખાસ્સો ચર્ચામાં ચાલી રહ્યો છે.

સુશાંતસિંહ રાજપૂતે ગળે ફાંસો ખાઈને કરેલ આપઘાત પછી ઘણા બોલિવૂડ હસ્તીઓનાં ડ્રગ્સ-કનેક્શન સામે આવ્યાં છે. ગુજરાતમાં પણ છેલ્લા 1 મહિનામાં કરોડોનું MD ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ સ્કેન્ડલ બહાર આવ્યું છે ત્યારે હાલમાં NCRB એટલે કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ વર્ષ 2019ના ડેટા ચોંકાવનારા છે.

NCRBનાં વર્ષ 2019ના આંકડા મુજબ દેશમાં સૌથી વધારે લિકર-નોર્કોટિક ડ્ર્ગ્સ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત રાજ્ય ટોચ પર રહેલું છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર તેમજ તામિલનાડુ કરતાં પણ વધુ કેસ નોંધવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં કુલ 83,156 તથા તમિલનાડુમાં કુલ 1,51,281 કેસ નોંધવામાં આવ્યાં છે. જેની સામે ગુજરાત કે જ્યાં દારૂબંધી રહેલી છે ત્યાં નશીલાં દ્રવ્યોનું સેવન કરવાના કુલ 2,41,715 કેસ નોંધવામાં આવ્યાં છે.

ગુજરાતમાં સૌથી વધારે નશીલાં દ્રવ્યોનું સેવનના કેસ નોંધવામાં આવ્યાં :
એક બાજુ ગુજરાતમાં દારુબંધીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે NCRB દ્વારા વર્ષ 2019નાં જે આંકડા બહાર પાડવામાં આવી રહ્યા છે એ ચિંતા ઊપજાવે છે. રાજ્યમાં લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત નોંધવામાં આવેલ કેસો સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

દેશમાં નશીલાં દ્રવ્યોનું સેવનના સૌથી વધારે કેસ ધરાવતાં ટોપ કુલ 5 રાજ્યોમાં કેરળમાં કુલ 29,252, બિહારમાં 49,182, મહારાષ્ટ્રમાં કુલ 83,156 કેસ તેમજ તમિલનાડુમાં કુલ 1,51,281 કેસ વર્ષ 2019માં નોંધવામાં આવ્યાં છે, જ્યારે ગુજરાતમાં આ પાંચેય રાજ્ય કરતાં વધુ કેસ છે. ગુજરાતમાં કુલ 2,41,715 લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યાં છે.

દેશમાં સૌથી વધુ કેસ સુરત તથા અમદાવાદમાં :
NCRBના વર્ષ 2019ના રિપોર્ટ મુજબ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ એક્ટ અંતર્ગત રાજયના માત્ર 19 શહેરમાં કુલ 1,02,153 કેસ નોંધવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધારે કેસ સુરત, અમદાવાદ, મુંબઇ, ચેન્નઇ તથા દિલ્હીમાં દાખલ થયા છે.

દિલ્હીમાં કુલ 5,386, ચેન્નઇમાં કુલ 7,925, મુંબઇમાં કુલ 14,051 નશીલાં દ્રવ્યોના કેસ નોંધવામાં આવ્યાં છે, જ્યારે સૌથી વધુ કેસ સુરતમાં કુલ 23,977 તથા અમદાવાદમાં કુલ 20,782 કેસ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *