બોટાદ પાસે શ્રમિકો ભરેલી પિકઅપ વાન પલટતાં પિતા-પુત્રીનું કમકમાટી ભર્યું મોત, 25 ને ગંભીર ઇજા

Botad Accident: બોટાદના કુંભારા ગામ પાસે મોડીરાતે પીકઅપ વાન પલટી જતા ભયાનક અકસ્માત(Botad Accident) સર્જાયો હતો. અકસ્માતને પગલે બે લોકોના મોત થયા હતા જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઘવાતા અમદાવાદ અને ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

અકસ્માતને પગલે બે લોકોના મોત
અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બોટાદના કુંભારા ગામ નજીક મોડી રાત્રીના પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી અને એક યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે 20 થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ પીકવાન વિંછીયાથી શ્રમિકો ભરીને ધંધુકા તરફ જતા કુંભારા ગામ પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સેવાભાવી લોકો સ્થળ પર દોડી આવ્યા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસે ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.

20થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી
કુંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પિકઅપ વાન પલટી ખાઈ જતાં એક બાળકી અને એક યુવાનનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. જ્યારે 20થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.ત્યારે અકસ્માત સર્જાતાં સામાજિક આગેવાનો કીર્તિભાઈ ચાવડા સહિતના આગેવાનો મદદ માટે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને પ્રથમ પાળિયાદ અને ત્યાર બાદ બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડાયા આવ્યા હતા, જ્યારે ત્રણ બાળક અને બે વ્યક્તિઓ વધુ ગંભીર હોવાથી ભાવનગર અને અમદાવાદ ખસેડાયાં હોવાની માહિતી મળી છે.