અમદાવાદમાં ત્રણ રસ્તા પાસે કારે એક્ટિવાને મારી ટક્કર, અકસ્માતમાં ફિઝિયોથેરાપિસ્ટ 21 વર્ષીય યુવતીનું તડપીને થયું મોત

Ahmedabad news: અમદાવાદના કેશવબાગ પાસે ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલક મહિલાએ તેને…

Ahmedabad news: અમદાવાદના કેશવબાગ પાસે ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલક મહિલાએ તેને અડફેટે લેતાં 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતી ગંભીર ઈજા સાથે લોહીલૂહાણ બની હતી તેમજ રોડ લોહિયાળ બન્યો હતો.જે બાદ ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ (Ahmedabad news) ખસેડી હતી.પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે એવી માગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થયા હતા.

શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ શાહની 21 વર્ષીય પુત્રી વિશ્વા ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ એક્ટીવા GJ-01-SH-4761 પર જઈ રહી હતી ત્યારે હોટેલ નર્મદા ITC પાસેના આસોપાલવ ત્રણ રસ્તા પર એક કાર GJ-01-KX-6992 ચલાવનારે આ યુવતીને જોરદાર ટક્કર મારી હતી અને 50 મીટર સુધી ઢસડી હતી. આ યુવતીને ગંભીર હાલતે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે.અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયાનું જાણવા મળ્યું હતું. કાર મહિલા ચલાવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાજર લોકો દ્વારા વિશ્વાના પ્રાથમિક સારવાર માટે મેડિકલ હોસ્પિટલ સેટેલાઇટ ખસેડી હતી.

આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારચાલકે યુવતીને અડફેટે લેતાં તે રોડ પર દૂર સુધી ફંગોળાઈ હતી. સિગ્નલ બંધ થવાની તૈયારી હતી, જેથી કારચાલકે તેની કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. ટ્રાફિક-પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઈને સારવાર માટે ખસેડી હતી. કારચાલક મહિલાએ અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું છે.

યુવતીના પાડોશી સંજીવ શાહે જણાવ્યું હતું કે આ દીકરીના પિતા ઇન્ટીરિયર ડિઝાઇનનું કામ કરે છે, સંતાનમાં દીકરી સિવાય એક દીકરો છે. તેની 10માં ધોરણની પરીક્ષા ચાલી રહી છે. દીકરીની પરિસ્થિતિ એકદમ ગંભીર હતી અને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી. જોકે તે બચી શકી નથી. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમને તેમની કાર્યવાહીથી સંતોષ થયો નથી. અમારી એક જ માગ છે કે આરોપીને તત્કાલ હાજર કરો અને જે એક્શન લેવાની હોય એ લે. ચાર રસ્તા પર 360 ડીગ્રી સીસીટીવી કેમેરા સરકારના છે, એ હજુ સુધી કઢાવ્યા નથી. જો કઢાવે તો કામ ઝડપી થઈ શકે, પણ આમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે.