ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થતા ખેતીને ખૂબ જ નુકશાન નીપજ્યું છે જેના લીધે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ અને નબળા બન્યાં છે. આવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા રૂપિયા 700 કરોડનુ પેકેજ જાહેર કર્યુ છે ત્યારે કોંગ્રેસે આ પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યુ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ગુજરાતમાં ખેડૂતોને કુલ રૂા.25 હજાર કરોડનુ નુકશાન પહોંચ્યુ છે પણ રાજય સરકારે માત્ર રૂપિયા 700 કરોડના પેકેજની જાહેરાત કરી છે. ખરેખરમાં આ પેકેજ ખેડૂતો માટે લોલીપોપ માનવામાં આવી રહ્યો છે.
“”ભીખ નહીં, અધિકાર જોઈએ””
“પ્રિમિયમ” તો, પરાણે વસુલ્યું,
હવે પુરતો “પાકવિમો” આપો.,“પાકવીમા”ના રૂપિયાથી રૂ. ૧૯૨ કરોડનું
“વિમાન” ખરીદનારી શ્રી રૂપાણી સરકારે,હવે “હવાઈ સર્વે” બંધ કરી અને જમીન
ઉપર ઊતરવુ ખૂબ જરૂરી છે..!જય જવાન, જય કિસાન. pic.twitter.com/eoCtZzlTqH
— Paresh Dhanani (@paresh_dhanani) November 13, 2019
ગુજરાતમાં આ વખતે ભારે વરસાદ થતાં ખેતીને નુકશાન પહોંચ્યુ છે ત્યારે સર્વેના નામે સરકારે સહાય આપવામાં વિલંબ કર્યો છે. એટલુ જ નહીં, વિમા કંપનીઓએ પણ કરોડો રૂપિયા પ્રિમિયમ લઇ લીધુ છે પણ વિમો ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવી માંગ કરી છેકે, ખેડૂતોને વિમા કંપનીઓને આપેલાં પ્રિમિયમ સામે નિયમ મુજબ સો ટકા વળતર મળવુ જોઇએ.
“”ભીખ નહીં, અધિકાર જોઈએ””
રૂ. ૧૯૨ કરોડનાં “એરોપ્લેન”થી “હવામાં ઊડતી”
સરકારે જમીન ઉપર ઊતરીને “જગતનાં તાત”ને
“જીવતદાન” આપવુ ખૂબ જરૂરી છે..!જય જવાન, જય કિસાન. pic.twitter.com/8FMmgTBZ6s
— Paresh Dhanani (@paresh_dhanani) November 13, 2019
ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ મળીને 85,87,826 હેક્ટરમાં વિવિધ પાકોને નુકશાન પહોંચ્યુ છે. જો ખાતર, બિયારણ, મજૂરી, જંતુનાશક દવા, વિજળી-પાણીનો પ્રતિ વિઘા સરેરાશ પાંચ હજારનો ખર્ચ ગણો તો,કુલ મળીને 25 હજાર કરોડનુ નુકશાન થયાનો અંદાજ કરી શકાય તેમ છે.
હવે ગુજરાત રાજ્ય સરકાર માત્ર રૂપિયા 700 કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યું છે જે ખેડૂતોની મશ્કરી સમાન છે. તેનુ કારણ એછેકે, રાજ્યના 49 લાખ ખેડૂતોને ખેતીનુ નુકશાન પહોંચ્યુ છે ત્યારે પ્રતિ ખેડૂત રૂપિયા 1200 સહાય મળશે. કોંગ્રેસે માંગ કરી છેકે, સરકારે રાજ્યના ખેડૂતોને તાકીદે રૂપિયા 15 હજાર કરોડનુ પેકેજ જાહેર કરે અને વિમા કંપનીઓ પાસેથી પાક વિમા પેટે રૂપિયા 10 હજાર કરોડ ચૂકવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.