સુરત (Surat) : આપઘાતના કિસ્સાઓમાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળે છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતી અને પીએચડી કરતી 25 વર્ષિય યુવતીએ ઉત્રાણ-કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
મળેલી માહિતી અનુસાર લગ્નના ત્રણ મહિના પછી યુવતીનનો પતિ સાથે ઝગડો થતો હોવાથી પિયરમાં આવી ગઈ હતી. સંભાવના છે કે, યુવતીએ માનસિક તણાવમાં આવીને આપઘાત કરો હશે. મળતી માહિતી અનુસાર જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા દાંડી રોડ પાસેના સંગીન ગાર્ડનિયા ખાતે પિતાના ઘરે સેજલ દોલતભાઈ પરમાર (ઉંમર વર્ષ 25) રહેતી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેજલ કેમેસ્ટ્રીમાં પીએચડી કરી રહી હતી. ગઈ કાલે સેજલે ઘરે કહ્યું કે, યુનિવર્સિટી જઈ રહી છું. ત્યારબાદ ઉત્રાણ અને કોસાડ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર જઈને સૌરાષ્ટ્ર એક્સપ્રેસની સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
જયારે સમગ્ર ઘટના વિષે પોલીસને જાણ થઇ ત્યારે તરત જ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. મળતી માહિતી પ્રમાણે એક વર્ષ પહેલા સેજલના લગ્ન થયા હતા. સેજલ લગ્નના ત્રણ મહિનામાં જ પિયરમાં આવી ગઈ હતી અને પિતા સાથે જ રહેતી હતી. ગાલ સંભાવના છે કે સેજલે ઘર કંકાસના કારણે માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું છે. પોલીસે ફરિયાદ નોધીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.