દર્દનાક ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે… બેફામ ટ્રક ચાલકે બોર્ડની પરીક્ષા આપવા જતી દીકરીના પગ છુંદી નાખ્યા

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે ઘણી એવા અકસ્માતની ઘટનાઓ સાંભળી છે જેમાં એક વ્યક્તિની બેદરકારીના કારણે અન્ય લોકો પોતાનો જીવ ગુમાવે છે…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે ઘણી એવા અકસ્માતની ઘટનાઓ સાંભળી છે જેમાં એક વ્યક્તિની બેદરકારીના કારણે અન્ય લોકો પોતાનો જીવ ગુમાવે છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે હાલમાં આવીજ એક ઘટના સામે આવી છે. એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે.

આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની ખુબજ ભયંકર અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતની ઘટનામાં દીકરીના પગની હાલત એટલી ખરાબ થઇ હતી કે જોઇને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. મળેલી માહિતી અનુસાર આ દીકરી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે જતી હતી.

વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે જતી હતી અને ત્યારે રસ્તામાં એક ટ્રક ચાલકે તેને કચડી નાખી હતી. ટ્રકના પાછળના ટાયરમાં વિદ્યાર્થીનીનો પગ આવી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં દીકરીના પગના છૂંદા નીકળી ગયા હતા.  અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના કલોલમાં બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ઘટના સ્થળે પહોંચેલા લોકોએ એમ્બ્યુલન્સન બોલાવી હતી અને અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હજુ સુધી જાણવા મળ્યું નથી કે, વિદ્યાર્થીની સાથે શું થયું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઈજાગ્રસ્ત દીકરી જમીન પર બેઠેલી નજરે પડી રહે છે.

આ અકસ્માતમાં દીકરીનો એક પગ તો સંપૂર્ણ રીતે ચુંદાઈ ગયો છે. દીકરી રસ્તા પર દર્દના કારણે તડપતી જોવા મળી રહે છે. દીકરીની હાલત જોઈને સૌ કોઈ લોકોનું કાળજુ કંપી ઉઠ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *