“કેટલાય રાજકારણીઓથી લઈને વકીલો સુધીના 139 લોકોએ મારા પર દુષ્કર્મ આચર્યું” -25 વર્ષીય મહિલાનો આરોપ

હૈદરાબાદમાં, 25 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં 139 થી વધુ લોકોએ તેનું જાતીય શોષણ કર્યું છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે.

પીડિતાનું 2010 માં લગ્ન થયા હતા. પરંતુ એક વર્ષમાં જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. ફરિયાદમાં મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના પૂર્વ પતિના પરિવારના કેટલાક સભ્યોએ પણ તેના પર યૌન શોષણ કર્યું હતું. મહિલાની ફરિયાદ પર ગુરુવારે આઈપીસી કલમ અને એસસી / એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે 42 પાનામાં એફઆઈઆર નોંધી છે. મહિલાની તબીબી તપાસ કરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું?
હૈદરાબાદના પુંજુગત્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહિલાના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા વર્ષોમાં તેને 139 થી વધુ લોકો દ્વારા ધમકી આપવામાં આવી હતી અને જાતીય સતામણી કરવામાં આવતી હતી. આ ઘટનાઓ જુદી જુદી જગ્યાએ બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કિસ્સામાં, સવાલ એ પણ ઉભો થયો છે કે આટલા વર્ષો પછી કેમ કેસ દાખલ કરવામાં આવ્યો, જ્યારે મામલો ગંભીર હતો. આના પર મહિલાનું કહેવું છે કે તે આરોપીથી ડરતી હતી કારણ કે સમય સમય પર તેની સાથે દાદાગીરી કરવામાં આવતી હતી. ડરના કારણે તે પોલીસ પાસે ગઈ નહોતી અને કેસ નોંધવામાં મોડું થયું હતું. જોકે, હવે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રખ્યાત લોકો પર આક્ષેપો
જે લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે તેમાં ફિલ્મ ઉદ્યોગના લોકો, યુવા નેતાઓ, રાજકારણીઓના પીએ, વકીલો, મીડિયા કાર્યકરો અને ઉદ્યોગપતિઓ શામેલ છે. મહિલાએ કહ્યું કે લગ્ન બાદ તેના સાસરિયાઓએ શારિરીક અને જાતીય સતામણી કરવાનું શરૂ કરી દીધું હતું અને આ કારણે તેણે છૂટાછેડા લીધા હતા. બાદમાં તેણીએ તેના વતનની એક કોલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો. તે સમયે તેણે આ મામલો ઉઠાવ્યો ન હતો કારણ કે આરોપીએ તેનો ફોટો લીધો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઘણી વખત તેને સિગારેટથી દઝાડવામાં આવી હતી. એક એનજીઓની મદદ લીધા બાદ તેણે પોલીસમાં કેસ દાખલ કર્યો. કેસ આઈપીસીની કલમ 376 (2), 509, 354 (એ) 354 (બી) 354 (સી) માં નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *