તમે બધાએ એક સાથે બે બાળકો અથવા ત્રણ બાળકોને જન્મ આપતી સગર્ભ મહિલાઓની વાતો તો સાંભળી હશે પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કે કોઈ એક મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો હોય. નહિ સાંભળ્યું હોય તો ચાલો જાણીએ સમગ્ર કિસ્સા વિશે…
કોઈ મહિલા એક સાથે બે કે ત્રણ બાળકોને જન્મ આપે એવું તો સાંભળ્યું હશે પરંતુ ક્યારેય કોઈ મહિલા એક સાથે નવ બાળકોને જન્મ આપે એ વાત તો અવિશ્વસનીય લાગે. પરંતુ આ વાત એક દમ સાચી છે. એક સાથે 9 બાળકોને જન્મ આપવો એ ઘટના ચોંકાવનારી છે.
પશ્વિમ આફ્રિકન દેશ માલિની સરકારે કહ્યું છે કે અહીયાની એક મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો છે. મહિલાની વધારે સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે તેમને મોરક્કો લાવવામાં આવી હતી. મોરક્કાના અધિકારીઓએ આજ સુધી પુષ્ટિ કરી નથી. માલિની સરકાર સારી સારવાર માટે 25 વર્ષની હાલીમાં સિસેને મોરક્કો લાવવામાં આવી હતી. પહેલા તો એવું માનવામાં આવતું કે આ મહિલા ફક્ત 7 બાળકોને જ જન્મ આપશે, પરંતુ જયારે આ મહિલાની ડીલીવરી કરવામાં આવી ત્યારે 9 બાળકોને જન્મ આપ્યો હતો.
જયારે મોરક્કોના આરોગ્ય વિભાગ દ્વારા અધિકારીઓને આવી કોઈ પણ બાબતની માહિતી આપવાનો ચોખ્ખો ઇનકાર કર્યો છે. જયારે બીજી તરફ માલી સરકારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ઓપરેશન દરમિયાન હલીમા સિસે 4 છોકરા અને 5 છોકરીઓને જન્મ આપ્યો છે. હાલમાં મહિલા અને જન્મેલા તમામ બાળકોનું સ્વાસ્થ્ય સારું છે. મળી સરકારના સ્વાસ્થ્ય મંત્રી ફેંટા સીવીએ માહિતી આપતા કહ્યું છે કે મહિલા થોડા જ દિવસોમાં ઘરે પરત આવશે. માલીના આરોગ્ય વિભાગે એક નિવેદન આપતા કહ્યું છે કે, માલી અને મોરક્કો બંનેમાં સોનોગ્રાફી દ્વારા જાણવા મળ્યું હતું કે આ મહિલા સાત બાળકોને જન્મ આપશે, પરંતુ પ્રસુતિના સમયે તે મહિલાએ 9 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં 4 છોકરા અને 5 છોકરીઓ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.