રાજ્ય સરકારની તિજોરી છલકાણી: ખાણમાંથી મળ્યો આટલા કિલો સોનાનો ભંડાર. આંકડો જાણી તમે પણ ચોકી જશો

જમેશદપુર પાસે પૂર્વ સિંહભૂમ જિલ્લાના ભીતરડારીમાં 250 કિલો સોનાનો ભંડાર મળ્યો છે. ભારતીય ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગના ઉપ મહાનિર્દેશક જનાર્દન પ્રસાદ અને નિર્દેશક પંકજ કુમાર સિંહે રાજ્યાના ખાણ સચિવ અબૂબકર સિદ્દીકીને ખાણમાં સોનાના ભંડાર વિષે એક રિપોર્ટ આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભીતરડારી ખાણમાં 250 કિલો સોનાનો ભંડાર છે. રાજ્ય સરકારને આ ખાણ દ્વારા 120 કરોડ રૂપિયા આવવાની સંભાવના છે.

ગ્રામીણોએ જણાવ્યું કે, GSIની ટીમે 2014 થી 2018ની વચ્ચે પહાડીનો સરવે કર્યો હતો. ટીમે ગ્રામીણોને જણાવ્યું હતું કે પહાડીમાં સોનાનો ભંડાર મળવાની જાણકારી છે. સરવે દરમિયાન જુદી જુદી જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. સરવે ખતમ થયા પછી ટીમે ગ્રામીણોને વધારે માત્રામાં સોનુ મળવાની જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી પણ 3000 ટન સોનુ મળી આવ્યાની ખબર આવી હતી. પણ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખાણમાંથી 3000 ટન સોનુ નહીં, બલ્કે 160 કિલો સોનુ હોવાનો જ દાવો કર્યો છે.

ઝારખંડ સરકાર હવે આ ખાણના ઓક્શનની તૈયારીમાં લાગી ગઈ છે. જેના દ્વારા રાજ્ય સરકારની તિજોરીમાં 120 કરોડ રૂપિયા આવવાની સંભાવના છે. ભીતરડારીમાં સોનાનો ભંડાર શોધી કાઢવાનું કામ જિઓલોજિસ્ટ પંકજ કુમાર સિંહના નિર્દેશનમાં ચાલી રહ્યું હતું. જેમાં જુદા જુદા ગુણવત્તાવાળા સોનાની માત્રાની જાણ થઈ છે. જુદી જુદી વેરાઈટીના સ્વર્ણ અયસ્કોથી કુલ મળીને 250 કિલો સોનુ નિકળવાની સંભાવના છે. ઝારખંડ સરકારનો ખાણ વિભાગ હવે નીલામીની તૈયારીમાં છે. જણાવી દઈએ કે, રાંચીથી લઈમે તમાડની વચ્ચે સોનાની ખાણો શોધવાનું કામ ઘણાં લાંબા સમથી ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ત્યાંથી પણ સફળતા મળશે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખોદકામ બ્રિટીશ શાસન દરમિયાન થયું હતું, ગ્રામજનોના મતે, જીએસઆઈની ટીમે આંતરિક ગામ ડુંગરીમાં ઉચ્ચ ગુણવત્તાની સોનાનો ભંડાર હોવાનું જણાવ્યું હતું. જીએસઆઈના અહેવાલ મુજબ, ભંડારદરી પાસે સાડા ત્રણ લાખ ટન સોનું છે. આ સોનું 200 મીટરની ઊંડાઈ પર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સોનાની થાપણો પુષ્ટિ થઈ છે તે સ્થળનું નામ સમનોમ ડુંગરી (સોના ડુંગરી) છે. બ્રિટીશ શાસન દરમિયાન ત્યાં ખોદકામ કરવામાં આવતું હતું અને સોનાના ભંડાર મળી આવ્યાં હતાં.

રાજ્યમાં વધુ સાત સ્થળો પર સોનાની ખાણના સંકેત મળ્યા 

ભારતીય ભૂગર્ભ સર્વેક્ષણની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઝારખંડ દેશનું ગોલ્ડ સ્પોટવાળું રાજ્ય બનવાની સંભાવનામાં વિકસિત થઈ રહ્યું છે. આ પહેલા પણ લાવા, કુંદરકોચા, પહાડડીહા અને પરાસીમાં સોનાના ભંડારોની જાણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વધુ સાત સ્થળો પર પણ સોનાના ભંડારો હોવાના સંકેત મળ્યા છે. આવનારા દિવસોમાં આ જગ્યાઓ પર શોધકાર્યને આગળ વધારવાની સંભાવનાઓની જાણ થઈ શકે છે. રાંચીથી લઈ તમાડની વચ્ચે સોનાની ખાણોની શોધનું કામ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. ઘણાં સ્થળો પર સ્વર્ણરેખા નદીના બાલૂથી પણ સોનાના કણને ચાળવાનું કામ ચાલી રહ્યું છે.

જાણો કયા કેટલું સોનું 

જમશેદપુરના કુંડારકોચા, લાવા મૈસરા અને જિંદારી જમશેદપુર ખાતે 03 ખાણ

પી. સિંહભૂમના પહરદિહ ખાતે 01

તામારના પારસી ગામ ખાતે 01

પારસી ખાતે 10 કરોડ ટન સોનાનો ભંડાર

પહરાડીહા ખાતે 25 લાખ ટન સોનું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *