ગુજરાતના બંદરોની થશે કાયાપલટ- 25000 કરોડનું રોકાણ…, UAEની આ કંપની બદલી નાખશે રાજ્યનો નકશો

Vibrant Gujarat 2024: વાઈબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટનો પ્રથમ દિવસ ખૂબ જ સારો રહ્યો હતો. હવે આજે સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેવાના છે.…

Vibrant Gujarat 2024: વાઈબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સમિટનો પ્રથમ દિવસ ખૂબ જ સારો રહ્યો હતો. હવે આજે સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેવાના છે. ગઈકાલે વાઇબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશની કંપનીઓએ (Vibrant Gujarat 2024) પણ રોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે UAEની કંપનીએ પણ ભારતમાં 25,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. UAEની આ કંપનીનું નામ ડીપી વર્લ્ડ છે. ડીપી વર્લ્ડ ભારતના બંદરોનો ચહેરો બદલવા જઈ રહ્યું છે.

વૈશ્વિક લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને સર્વિસ ફર્મ ડીપી વર્લ્ડે કાલે એટલે કે, બુધવારે જણાવ્યું છે કે, તેમને ગુજરાત સરકાર સાથે રૂ. 25,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તે નવા બંદરો, ટર્મિનલ અને આર્થિક ઝોનનો વિકાસ કરવામાં આવશે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન પણ ત્યાં હાજર હતા.

ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેને શું કહ્યું?
ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) સુલતાન અહેમદ બિન સુલેમે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એમકે દાસ સાથે સંભવિત રોકાણ માટે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નિવેદન મુજબ કંપની દક્ષિણ ગુજરાત અને કચ્છ તરફ પશ્ચિમ કિનારે બહુહેતુક બંદરો, જામનગર અને કચ્છમાં વિશેષ આર્થિક ઝોન અને ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અને દહેજ, વડોદરા, રાજકોટ, બેડી અને મોરબીમાં ખાનગી માલવાહક સ્ટેશનો વિકસવા જઈ રહ્યું છે.

ડીપી વર્લ્ડે ગુજરાતના દરિયાકાંઠે વધારાના બંદરો વિકસાવવાની તકો ઓળખવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે MOU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં, ડીપી વર્લ્ડ પહેલાથી જ અમદાવાદ અને હજીરા ખાતે રેલ-લિંક્ડ ખાનગી નૂર ટર્મિનલ અને મુન્દ્રા ખાતે કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરી રહ્યું છે.