સુરત/ સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને સુરત નજીક ઉથલાવવાનુ કાવતરૂ- પાઈપ કાપવા મૂક્યો ટ્રેક પર, CCTVના આધારે 1 આરોપીની ધરપકડ

Train Overturning Attempt in Surat: સુરતમાં ભંગાર અને પ્લાસ્ટીક વેચીને ગુજરાન ચલાવતા બે લોકોની મૂર્ખામીના કારણે સુરત -ઉત્રાણ વચ્ચે એક મોટી દુર્ઘટના બનતા-બનતા ટળી છે.…

Train Overturning Attempt in Surat: સુરતમાં ભંગાર અને પ્લાસ્ટીક વેચીને ગુજરાન ચલાવતા બે લોકોની મૂર્ખામીના કારણે સુરત -ઉત્રાણ વચ્ચે એક મોટી દુર્ઘટના બનતા-બનતા ટળી છે. દુકાનદારે પાઈપ કાપી આપવાની ના પાડતા બંને લોકો રેલવે ટ્રેક પર મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. આ પાઈપના કારણે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન આકસ્મિક ઘટનાનો (Train Overturning Attempt in Surat) ભોગ બનવા જઈ રહી હતી. જોકે, રેલવે પોલીસની સમયસર નજર પડતા એક આરોપીની ધરપકડ કરીને દુર્ઘટના બનતા અટકાવી હતી. જોકે, આ ઘટના પાછળનો એક આરોપી હજુ પણ ફરાર છે.

ફૂટપાથ પર ભંગાર અને પ્લાસ્ટિક વેચીને ગુજરાન ચલાવે છે
પોલીસની પૂછપરછ અનુસાર ધરપકડ કરાયેલા આરોપીનું નામ રામજીભાઇ દેવશીભાઇ કોરડીયા છે. 42 વર્ષીય રામજીભાઈ મૂળ અમરેલીના ધારી તાલુકાના હુડલી ચલાલા ગામનો રહેવાસી છે અને તે હાલમાં સુરતના કતારગામ કાંસાનગર પે એન્ડ યુઝ ટોઇલેટ પાસે ફુટપાથ પર રહે છે. ઉપરાંત તેમની સાથે એક અન્ય વ્યક્તિ પણ રહે છે. બંને લોકો ભટકતું જીવન જીવી રહ્યા છે તેમજ ભંગાર અને પ્લાસ્ટિક વીણી અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો
આરોપીઓને કતારગામ પાસેથી લોખંડનો પાઇપ મળી આવ્યો હતો. ત્યારપછી તેને ઊંચકીને કપાવવા માટે વેલ્ડીંગની દુકાને લઈ જવામાં આવ્યું હતું. જોકે, દુકાનદારે પાઇપ કાપવાની ના પાડી હતી. જેના કારણે, રેલવે ટ્રેક પર મૂકીને કાપવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન રેલવે પોલીસે એકની ધરપકડ કરી છે. જ્યારે બીજો ભાગી ગયેલા વ્યક્તિની હાલ તપાસ ચાલી રહી છે.