આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલમાં આવેલા બી જે મેડિકલ કોલેજ (B J Medical College)માં 26 વર્ષીય ડોક્ટરે અગમ્ય કારણોસર ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવ્યું છે. જેમાં ડોક્ટરનો મિત્ર તેના રૂમમાં આવ્યો હતો ત્યારે તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક પણે સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એમડીનો અભ્યાસ કરવા માટે બી જે મેડિકલ કોલેજમાં ભણતો:
મળતી માહિતી અનુસાર, ડોક્ટર કપિલ પરમાર સરદારનગરના નોબલનગરમાં રહેતો હતો. તે અમદાવાદની કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ એમડીનો અભ્યાસ કરવા માટે બી જે મેડિકલ કોલેજમાં ભણતો હતો. આ દરમિયાન ગત 4 નવેમ્બરના રોજ રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેને પીજી હોસ્ટેલના પોતાના રૂમમાં ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવ્યું છે. જેમાં તેના મિત્રએ તેને ફોન કરતા તેને ઉપાડ્યો ન હતો. ત્યારે તેને શોધવા માટે મિત્રો રૂમ પર પહોંચ્યા હતા. જ્યાં કપિલ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો.
કોઈપણ સ્યુસાઈડ નોટ મળી આવી નથી:
આવી સ્થિતિમાં મળી આવતા તેના મિત્ર દ્વારા તેને તાત્કાલીક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં કપિલ અભ્યાસ અને કામના ભારને લઇને થોડા દિવસથી સ્ટ્રેસમાં રહેતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈપણ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જ્યારે તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તેના મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે.
મિત્રો કે પ્રોફેસરને વાત કરવી પરંતુ ખોટું પગલું ના ભરવું:
ત્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, કપિલે ઉતાવળે પગલું ભર્યું છે. કપિલ માનસિક તણાવ અંગે ખુલીને વાત કરતો તો તેનું દુઃખ ઓછું થઈ જતું. જ્યારે કોઈપણ ફિલ્ડમાં જવાનું નક્કી કરીએ તો માનસિક તૈયારી રાખવી જરૂરી છે. કોઈ તકલીફ હોય તો મિત્રો કે પ્રોફેસરને વાત કરવી પરંતુ ખોટું પગલું ના ભરવું જોઈએ. અમારા વિદ્યાર્થી ડૉક્ટરનું મૃત્યુ થયું તેનું ખૂબ જ દુઃખ છે. હાલ આ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.