સુરત(ગુજરાત): રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવતા હોય છે. તેમાં પણ આજકાલ સુરતમાંથી ચોરીના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્કના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એટીએમ મશીન ગેસ કટરથી તોડી અંદરથી 29.28 લાખની ચોરી કરીન ફરાર થઇ ગયા ગયા હતા.
એટલું જ નહીં પરંતુ, સીસીટીવી કેમેરા, એ.સી.તેમજ ATM મશીન પર તસ્કરોએ જ્વલનશીલ પદાર્થ નાંખી બાળી નાખ્યા હોવાનું બેન્ક તથા તપાસકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તા 30 થી 31 જુલાઇની વચ્ચે બનેલી આ ઘટના અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં આવેલા તાંતીથૈયા ગામની સીમમાં કડોદરા બારડોલી રોડ પર કિસાન કોલ્ડ સ્ટોરેજની બાજુમાં આવેલ કિસાન કોમ્પ્લેક્ષમાં એક્સિસ બેંકની બાજુમાં આવેલ ATM રૂમમાં મુકેલ ATM મશીનને તસ્કરો દ્વારા નિશાન બનાવી ગઈ 30 જુલાઈથી રાત્રિથી 31 જુલાઈની સવાર સુધીમાં ચોરીને અંજામ આપી ATM મિશનમાં રોકડ લોડિંગ કરવાની જગ્યાએ ગેસ કટરથી કાપ મૂકી 4 કેસેટ અને તેમાં મુકેલ 29.28 લાખની ચોરી કરીન ફરાર થઇ ગયા હતા.
જાણવા મળ્યું ચ કે, ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ATM મશીન, સીસીટીવી કેમેરા અને એ.સી.પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી તેને બાળી નાખવામાં આવ્યા હતા. ઘટના અંગે બાદમાં ATM મશીનનું સંચાલન એજન્સીના કર્મચારી ધવલ દિનેશ ચૌહાણ દ્વારા ઉપરી ઓફિસમાં જાણ કરવામાં આવી હતી. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ સોમવારના રોજ મોડી સાંજે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ કરતા કડોદરા પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.