મોરબી બોગસ ટોલનાકા પ્રકરણ: ટોલનાકા કેસમાં BJP નેતા સહિત 3 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી હજુ ફરાર

Morbi Bogus Tolanaka: મોરબીના વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસમાં પોલીસ હજુ તપાસ કરી રહી છે ત્યારે ભાજપના આગેવાન સહિત ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વાંકાનેરમાં બોગસ ટોલનાકા( Morbi Bogus Tolanaka )ને લઈને પોલીસે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અન્ય છ શખ્સો સામે ફરિયાદ નોંધાય હતી ટોલનાકા કેસના મુખ્ય આરોપી અમરસિંહ પટેલ હજુ પણ ફરાર છે અને પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી તેમજ અગાઉ બે આરોપીઓની પણ બોગસ સ્ટોલના અંગે ધરપકડ કરવામાં આવી છે

મુખ્ય આરોપી અમરશી પટેલની શોધમાં લાગી પોલીસ
બોગસ ટોલનાકા કેસમાં પોલીસ ઝીણવડ ભરી તપાસ કરી રહી છે ત્યારે મોરબીના વાંકાનેર હાઇવે પર નકલી ટોલનાકા મામલે ભાજપના ત્રણ નેતા સહિત અન્ય લોકોની ધરપકડ કરી ચૂકી છે તમને જણાવી દે હાલમાં મળતી માહિતી અનુસાર રવિરાજસિંહ ઝાલા અને હરી વિજયસિંહ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી છે આ સિવાય મોરબી વાંકાનેર હાઇવે પર સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈએ ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ મામલો સામે આવતા તુરંત પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી દોઢ વર્ષ સુધી નકલી ટોલનાકાથી લગભગ કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અમરશીભાઈ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસે અમરશીભાઈ ની ધરપકડ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કેવી રીતે કરતા હતા કર ચોરી
મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકું ધમધમી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે પરથી રોજનાં હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ટોલ બનાવવા માટે બાજુનાં ગામમાંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોની આ કર ચોરી કરવાની ટેવનાં કારણે કેટલાક અસામાજી તત્વો દ્વારા કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ વાંકાનેર વઘાસિયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદેસર ટોલના બનાવવામાં આવ્યું હતું આ સામાજિક તત્વો દ્વારા વ્હાઇટ હાઉસ સિરામિકના કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢી ટોલનાકુ ચલાવવામાં આવતું હતું આ રસ્તા પર શિવરાજસિંહ અને હરવીરસિંહ નામના બે શખ્સો ટોલના સંચાલિત કરવાનું સામે આવ્યું છે કારખાનાદારની પણ આ ગેરકાયદેસર ટોલનાકામાં સંઘવડી હોવાની શક્યતાઓ જળવાઈ રહી છે જણાઈ રહી છે પોલીસ હજુ પણ ઝીણવડ પરી આ ટોલનાકા અંગે તપાસ કરી રહી છે ફરાર આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સિવાય મળતી માહિતી અનુસાર નકલી ટોલનાકા કાંડ માં સંડોવાયેલા છ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા હજુ પણ કડક તપાસ કરી આ નકલી ટોલનાકા કાનમાં સંડોવાયેલા અન્ય લોકોની પૂછપરછ કરી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે .