હાર્ટ એટેકથી વધુ એકનું ઉડી ગયું પ્રાણ પંખીડુ, સુરતમાં 42 વર્ષીય આધેડનું અચાનક શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત

રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ
Surat Heart Attack News:
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત થઇ ગયો છે. ત્યારે કામરેજના દેરોદમાં રહેતા 42 વર્ષીય યુવાનનને શ્વાશ લેવામાં તકલીફ થતા અચાનક બેભાન થઇ ગયા હતા જે બાદ 108ને જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં પ્રાથમિક સારવાર માટે આરોગ્યકેન્દ્ર લઇ જવામાં આવ્યા પરંતુ સારવાર મળે તે પહેલા જ તે મોત (Surat Heart Attack News)ને ભેટ્યા હતા.

શ્વાસ લેવામાં તકલીફ અને બેભાન અવસ્થામાં આવી ગયા
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થવાના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે કામરેજના દેરોદમાં રહેતા 42 વર્ષીય ઘનશ્યામભાઈ નારણ ભાઈ ગઢીયાને શનિવારે સવારના છ વાગ્યા આસપાસ ઘનશ્યામભાઈને અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને બેભાન અવસ્થામાં આવી ગયા હતા. ઘટનાને પગલે જાણ કરતા સ્થળ પર આવેલી 108 મારફતે સંબધી રોહિતભાઈ સહિતના દ્વારા તેમને કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

સારવાર મળે તે પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયું
ઘનશ્યામભાઈ અચાનક બેભાન થતા 108ને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ 108 ઘટના સ્થળ પર પહોંચી હતી,અને આરોગ્યકેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા.ત્યારે ત્યાં ડોક્ટરોએ તાપસ હાથ ધરતા તેમને મૃત જાહેર કર્યા હતા.અચાનક મોતના પગલે આ યુવાનનું પરિવાર શોકમાં ગરકાવ થયું છે.

શું છે હાર્ટ એટેક?
જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

હાર્ટ એટેકનાં લક્ષણો
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.