એક તરફ ભારત કોરોના સામે જિંદગી અને મોત વચ્ચેની લડત લડી રહ્યું છે અને બીજી તરફ ભારત સાથે ત્રણ દેશો યુધ્ધણી તૈયારી કરી રહ્યા છે. કોરોના વાયરસની સાથે-સાથે ભારતે એક સાથે 3 મોરચે લડવાની તૈયારી કરવી પડી રહી છે. ચીન અને નેપાળમાં સીમા વિવાદ વચ્ચે હંમેશાં નડતું આવતું પાકિસ્તાન પણ હવે સક્રિય બન્યું છે. જે ચીન અને નેપાળ વિવાદનો લાભ લઇને પાકિસ્તાન સરહદે હવે નખરાઓ કરવા લાગ્યું છે. ભારત સામે લડવાનો હાલમાં 3 દેશોને કોટો ચડ્યો છે. ભારતને આ 3 મોરચે હાલમાં લડાઈ લડવી પડી રહી છે.
કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકતો તેમની તેમ જ છે. છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. મંગળવારના રોજ પણ જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પારથી તોપમારો કરવામાં આવ્યો હતો. લાઇન ઓફ કંટ્રોલ પર પુંછ જિલ્લાના બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા મોર્ટારથી પ્રહાર કરવામાં આવ્યો છે. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી એલઓસી પર યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે.
બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી કેટલાય ઢોર માર્યા ગયાની માહિતી મળી આવી છે અને આ સાથે જ કેટલાય મકાનોને નુકશાન થયું છે. પાકિસ્તાની સેનાએ સવારે 3 વાગ્યે બાલાકોટ સેક્ટરમાં સૈન્ય અને લશ્કરી થાણાને નિશાન બનાવીને હળવા અને ભારે હથિયારોથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેના દ્વારા મોર્ટારના પ્રહારથી અડધી રાત્રે લોકોમાં હડકંપ મચી જવા પામી હતી. ત્યારબાદ સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની તોપમારો શાંત પડ્યો હતો. અડધી રાત્રે આ ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
આખા વિવાદમાં નેપાળની સરકારે સામે આવીને ભારતના નક્શા પર આપત્તિ દાખવવી પડી હતી, ત્યારથી નેપાળ સરકાર પર પગલાં લેવાનું દબાણ હતું. જ્યારે લિપુલેખમાં ભારતે ચીન સુધી જનાર રસ્તાનું નિર્માણ કર્યું, તો નેપાળે પણ અમુક દિવસો પછી નવો નક્શો જાહેર કર્યો અને જેમાં તેણે એ માનચિત્રમાં સામેલ કરવામાં આવ્યા જેના પર તે દાવો કરતું આવ્યું છે. ભારતે આપત્તિ દર્શાવી અને બંને દેશો વચ્ચે વિવાદ હજી પણ ચાલુ છે.
નેપાળના પ્રધાનમંત્રી ઓલી વિશે કહેવામાં આવે છે કે તેઓ વિદેશસંબંધોમાં પોતાના બે મોટા પાડોશી દેશ ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવવા માગે છે. ભારત પર જ નભતા નેપાળ હવે ચીનની સોડમાં ભરાઈને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. ભારતની સરહદ પર સશશ્ત્ર સૈનિકો ગોઠવી દીધા છે. ભારતે લિપુલેખથી તિબ્બતમાં માનસરોવર સુધી રસ્તો બનાવ્યો છે જે નેપાળને પચતો નથી. નેપાળ દેશનું કહેવું છે કે લિપુલેખ તેનો વિસ્તાર છે જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવ્યો છે. હકીકતમાં આ સમગ્ર વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ વીડિયો લિંકથી 90 કિમી લાંબા આ રસ્તાનું ઉદ્ધાટન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news