Drugs worth 51 lakhs were seized in Surat: સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાન અંતર્ગત અત્યાર સુધી અનેક ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સના મુદ્દા માલ સાથે ત્રણ ઈસમોને પકડવામાં સફળતા મળી છે અને તેમની પાસેથી 512.20 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે,જેની કિંમત 51,22,000(Drugs worth 51 lakhs were seized in Surat) હોવાનું સામે આવ્યું છે.
54,67,220નો મુદ્દામાલ કબજે
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્ક આઉટમાં હતી,ત્યારે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની કાર પલસાણા સચિન હાઇવે ઉપરથી પસાર થવાની છે અને તે કારમાં એમડી ડ્રગ્સનો મુદ્દામાલ છે. ત્યારે પોલીસે બાતમી વાળી જગ્યા પર ગઈકાલે સવારના સમયે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ભાટિયા ચેક પોસ્ટ ખાતે આ કારને રોકી હતી. તેમાં તપાસ કરતા 512.20 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાદ પોલીસે કારમાં રહેલા બદરુંદિન બંગડીવાલા, ગુલામ મિર્ઝા અને મોહમ્મદ અશફાક અન્સારીની ધરપકડ કરી છે. તેમજ પોલીસ દ્વારા જે ડ્રગ્સનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો તેની કિંમત 51,22,000 રૂપિયા થવા પામે છે. સાથે કાર અને મોબાઈલ સહિત કુલ પોલીસે 54,67,220નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે,એસઓસજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે. જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી.ત્યારે એક નવસારીનો અને બે આરોપી સૈયદપુરાના આરોપી છે. મધ્યપ્રદેશથી આ માલ લઈને આવવામાં આવી રહ્યાં હતાં.તેમજ આરોપીઓ કોને કોને ડ્રગ્સ આપવાના હતાં તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ ત્રણેય કારમાં સવાર હતાં. અન્ના નામનો વ્યક્તિ અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. 2020માં તેણે ડ્રગ્સ બનાવવાનું પણ શરૂ કર્યું હતું.
પોલીસે એમડી ડ્રગ્સ મોકલનાર મધ્યપ્રદેશના અગર શહેરમાં રહેતો ઇલ્યાસ ઉર્ફે ઈલુને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ ડ્રગ્સ મંગાવનાર સુરત શહેરના ભાગાતળાવમાં રહેતો રિઝવાન બોમ્બે વાળાને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App