સુરત/ હેડ કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી: ઇલેક્ટ્રિક પોલની પાવર લાઈન બંધ કરી GEBના કર્મચારીનો બચાવ્યો જીવ…

Adajan Police Station: અડાજણ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા DGVCLના ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સનું કામ કરવા દરમિયાન કર્મચારીને વીજ શોક લાગ્યો હતો. જેના કારણે તે ત્યાં કેબલ ઉપર જ લટકી ગયો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતાં પોલીસ કોન્સ્ટેબલની નજર ધુમાડો નીકળતા ટ્રાન્સફોર્મર પર પડી હતી. પોલીસ કોન્સ્ટેબલે(Adajan Police Station) સમય સુચકતા વાપરી કર્મચારીનો જીવ બચાવ્ચો હતો.ત્યારે કોન્સ્ટેબલની આ કામગીરીની લોકો પ્રસંશા કરી રહ્યા છે.

ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે તેના હાથના ભાગે ઇજા
યુવકને બચાવનાર કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ થયા પહેલાં આઇટીઆઇમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ જીઇબીમાં 2007થી 2009 સુધી એપ્રેન્ટિસ કર્યું હતું. જ્યાં લાઈનમેન તરીકે કામ કરતો હતો. આજે જ્યારે અમારી ગાડીમાં પેટ્રોલ ભરાવવા જતો હતો. ત્યારે પોલીસ સ્ટેશનની બરોબર બાજુમાં આવેલા ટ્રન્સફોર્મર ઉપર ધડાકો થવાનો અવાજ આવ્યો હતો અને ધૂમાડો નીકળવાનો શરૂ થયો હતો. અમારી ગાડી અમે ઉભી રાખી હતી. ત્યારબાદ નીચે ઉતરીને જોયું તો કોઈ વ્યક્તિ ત્યાં લટકતો હતો. હું તાત્કાલિક ટ્રાન્સફોર્મર પર ચઢી ગયો હતો. ત્યારે અન્ય એક વ્યક્તિ પણ ત્યાં હજાર હતો. જેઓ તેમને ઉતારવાનો પ્રયાસ કરતા હતા. અમે તેને તાત્કાલિક ત્યાંથી નીચે ઉતારી લીધો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે તેના હાથના ભાગે ઇજા થઈ છે. જોકે, તેમની સ્થિતિ સ્થિર જાણવા મળી છે.

અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિક DP સ્ટેશનમાં પાવર સર્કિટ રિપેર કરતી વખતે GEBના ઇલેક્ટ્રિક આસિસ્ટન ભાવિન પ્રજાપતિને અચાનક ઇલેક્ટ્રિક શોટ લાગતા બેભાન થઈ ગયો અને પોલ ઉપર જ લટકી પડ્યો હતો.

પોલીસકર્મીની સરાહનીય કામગીરી
આ ઘટના બની ત્યારે ત્યાંથી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અરવિંદ પસાર થતાં તાત્કાલિક ઇલેક્ટ્રિક પોલ પર ચઢી પાવરની લાઈન બંધ કરી દીધી હતી. GEBના ઇજા પામનાર કર્મચારીને નીચે ઉતારી બચાવી લીધો તેમજ તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો.