Manoharpur-Dausa Highway Accident: જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પાંચ વર્ષનો માસુમ બાળક પણ સામેલ છે. જો કે આ અકસ્માતની(Manoharpur-Dausa Highway Accident) જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં સામે આવ્યું છે કે મૃતકનો પરિવાર ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને ખાટુ શ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.
પરિવાર 4 કલાકથી કારમાં ફસાયેલો હતો
અકસ્માત બાદ કાર ટ્રકની નીચે દબાઈ ગઈ હતી. આખો પરિવાર લગભગ 4 કલાક સુધી કારમાં ફસાયેલો રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પોલીસે બચાવમાં મોડું ન કર્યું હોત તો દરેકનો જીવ બચી શક્યો હોત. આ અકસ્માત બુધવારે મોડી રાત્રે લગભગ 12.30 વાગ્યે રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. મૃતક અંકિત બુધવારે સાંજે 6 વાગે ખાટુશ્યામજીના દર્શન કરીને પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રીના લગભગ 12.30 વાગે રાયસલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાકી માતા કટ પાસે કાર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.
ખાટુશ્યામથી ઘરે જવા નીકળ્યા હતા
મૃતક અંકિત બુધવારે સાંજે 6 વાગે ખાટુશ્યામજીના દર્શન કરીને પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રીના લગભગ 12.30 વાગે રાયસલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાકી માતા કટ પાસે કાર પણ સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. ટ્રક ચાલક કારને ખેતરમાં ઢસડી ગયો હતો. જ્યાં કાર ખાડામાં ફસાઈ જતાં ટ્રક ઉભી રહી ગઈ હતી. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. રાયસલ, ચંદવાજી અને મનોહરપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કારમાં ફસાયેલા ઘાયલ લોકોને અકસ્માતના ચાર કલાક બાદ બચાવી શકાયા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો
રાયસર પોલીસ સ્ટેશનના અધિકારી મહેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે ટ્રક સાથે અથડાયા બાદ કાર રસ્તાની બાજુમાં ખાડામાં પડી હતી અને ટ્રક પણ કાર પર પડી હતી. તેણે કહ્યું કે રવિ (28), તેની બહેન રિંકી (24), તેનો પતિ અંકિત (30) અને તેમની ત્રણ વર્ષની પુત્રી દેવકી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેણે જણાવ્યું કે અકસ્માતમાં રવિ, અંકિત અને દેવકીનું મોત થયું છે, જ્યારે રિંકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. કેસની તપાસ ચાલી રહી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ઘાયલોને બહાર કાઢ્યા ન હતા. તમામ પોલીસકર્મીઓ ક્રેન આવે તેની રાહ જોતા રહ્યા. જ્યારે કારમાં ફસાયેલી મહિલા અંદરથી મદદ માટે ફોન કરતી રહી. અકસ્માતના ત્રણ કલાક બાદ ક્રેન ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી અંદર ફસાયેલા લોકોને બચાવી શકાયા હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App