બનાસકાંઠાના કાંકરેજનો થરા-શિહોરી હાઈવે થયો લોહીલુહાણ, 3 લોકોના મોત થતા હિબકે ચડ્યો પરિવાર- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): વિકાસની હરણફાળ ભરતા રાજ્યમાં માર્ગ અકસ્માત(Accident)ની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે. વાહન અકસ્માતમાં અનેક પરિવારના વેર-વિખેર થઇ ગયા છે. ત્યારે બનાસકાંઠા(Banaskantha)ના કાંકરેજના વડા પાસે અકસ્માતની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અકસ્માતમાં કાર પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના દર્દનાક મોત નિપજ્યાં હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અર્થી ઉઠતાં સમગ્ર પરિવાર હિબકે ચડયો હતો.

અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બનાસકાંઠાના કાંકરેજના વડા પાસે અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. શિહોરી-થરા હાઈવે પર કાર લઈ એક જ પરિવારના સભ્યો જઇ રહ્યા હતા. આ દરમિયાન વડા બ્રિજ પાસે રોડ પર એકાએક ખાડો આવી ગયો હતો અને ખાડાથી બચવા જતા કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે કાર પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોને કાળ ભરખી ગયો હતો. આ કરુણાંતિકાને પગલે રોડ મરણચીરોથી ગુંજી ઉઠ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વધુમાં અન્ય ત્રણ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 માધ્યમથી તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ આ દુર્ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા થરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગંભીર અકસ્માતને લીધે રોડ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. જયા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટ્રાફીક દૂર થયો હતો.

અકસ્માતનો ભોગ બનેલા મૃતકો:
ગમખ્વાર અકસ્માતમાં વીજાબેન ગણપતભાઈ પ્રજાપતિ (ઉં.વ.50), અપેક્ષાબેન (કશિશબેન) મનુભાઈ પ્રજાપતિ (ઉં.વ.16) અને રેવાબેન મેવાભાઇ પ્રજાપતિ (ઉં.વ.90)નું દર્દનાક મોત થયું છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત​​​​​​​ થયેલા લોકોના નામ:
ગોઝારા અકસ્માતમાં રોહિત ગણપતભાઈ પ્રજાપતિ (ઉં.વ.38), ગણપતભાઈ મેવાભાઇ પ્રજાપતિ (ઉં.વ.58), નીવાન રોહિતભાઈ પ્રજાપતિ (ઉં.વ.5) અને હીનાબેન રોહિતભાઈ પ્રજાપતિ (ઉં.વ.29) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *